શાહિદ કપૂરના પરિવારના અંગત લોકોનુ માનીએ તો દિકરાનું નામ મીરા રાજપૂતે નક્કી કર્યું છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં પણ મીરાએ જણાવ્યું કે આ વખતે બાળકનું નામ તે નક્કી કરશે કારણ કે દિકરીનું નામ શાહિદ કપૂરે રાખ્યું હતુ.
2/4
શાહિદ કપૂરે દિકરાનું નામ જૈન રાખ્યું છે. જૈન શબ્દનો અર્થ અરબી ભાષામાં દેવીની કૃપા કે સુંદરતા થાય છે. 5મી સપ્ટેમ્બરે મીરા રાજપૂતે તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો. શાહિદ અને મીરાને પહેલાથી જ 2 વર્ષની દીકરી મીશા છે.
3/4
મુંબઈ: બોલીવૂડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતે પોતાના દીકરાનું નામકરણ કરી દીધું છે. અભિનેતા શાહિદ કપૂરે ટ્વીટ કરીને પોતાના દિકરાનું નામ જણાવ્યું હતું. શાહિદે પોતના દિકરાનું નામ જૈન કપૂર રાખ્યું છે.
4/4
શાહિદ કપૂરે કહ્યું, મળો મારા દીકરા જૈન કપૂરને અને હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. શુભકામના અને આશીર્વાદ આપવા માટે તમારા બધાનો આભાર. અમે ખૂબ જ ખુશ અને આભારી છીએ.