શોધખોળ કરો
આ અભિનેતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- તમામ હરકતો છતાં મારું નામ #MeTooની શ્રેણીમાં ન આવ્યું
1/3

શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે, સારા સફલ પુરુષોની નિષ્ફળતા, પરેશાની કે બદનામી પાછલ મહિલાઓને જોઈ રહ્યો છું. કારણ કે આ જમાનો #MeTooનો છે. હું વધારે કંઈ નહીં બોલું કારણ કે આજે મને સ્ટેજ પર આમંત્રિત કરતાં મારી જે સ્વચ્છ છબીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના માટે હું ખુદને ભાગ્યશાળી માનું છું. આજના જમાનામાં આજ સુધી બધી હરકતો કરવાં છતાં પણ મારું નામ #MeTooની શ્રેણીમાં આવ્યું નથી.
2/3

શત્રુઘ્ન સિન્હાએ આગળ જણાવ્યું કે, માટે જ હું પત્નીની વાત માનું છું...અને ઘણી વખત પત્નીને કવચ બનાવીને સાથે લઈને ચાલુ છું. ખુશ ન હોય તો પણ લોકો સમજે છે કે પરણિત અને સુખી મામસ છે. હું પત્નીને સાથે રાખીને એ બતાવું છું કે મારી સાથે પત્ની છે, કોઈ કંઈ કહેવા પણ માગે તો ન કહે. આજે અહીં પણ મારી કોઈ જૂની ફ્રેન્ડ બેઠી હોય તો મારું ધ્યાન રાખજો.
Published at : 07 Feb 2019 10:48 AM (IST)
View More





















