શ્લોકા મહેતાએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાંય દિવસોમાં શ્લોકા એક ડિઝાઈનર સ્ટોર બહાર જોવા મળી હતી. બંનેએ ગયા વર્ષે જૂનમાં સગાઈ કરી હતી. આ સગાઈમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ શામેલ થયા હતા. સગાઈ પહેલા પ્રી-એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઈ હતી.
2/4
લગ્ન પહેલા આકાશ અંબાણી બેચલર પાર્ટી આપશે. આ પાર્ટી 23થી 25 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પાર્ટીમાં બી ટાઉનના ઘણાં સેલે્સ શામેલ થાય તેવી શક્યતા છે. આ પાર્ટી માટે આકાશ અંબાણીના ખાસ મિત્ર કરણ જોહર અને રણબીર કપૂર સ્વિત્ઝરલેન્ડ જશે. આ પાર્ટી સ્વિત્ઝરલેન્ડના સેન્ટ મોર્ટિસમાં યોજાશે.
3/4
સુત્રો પ્રમાણે, આકાશ અને શ્લોકા 9 માર્ચે લગ્નના બંધનમાં બંધાશે. લગ્નનું ફંક્શન્સ મુંબઈમાં યોજાશે. આકાશ અંબાણીની જાન સાંજે 3.30 વાગ્યે જિયો સેન્ટર જશે તેવું જાણવા મળ્યું છે. 10 માર્ચે વેડિંગ સેલિબ્રેશન થશે. ત્યાર બાદ 11મી માર્ચે પણ રિસેપ્શન હશે. તેમાં પરિવારના સદસ્યો અને નજીકના મિત્રો શામેલ થશે. આ પ્રોગ્રામ પણ જિયો સેન્ટરમાં થશે.
4/4
મુંબઈઃ ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે ફરી એકવાર લગ્નની શરણાઈ વાગશે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અને શ્લોકા મહેતા આગામી મહિને લગ્નના બંધનમાં બંધાઈ જશે. લગ્નનો સમારોહ ત્રણ દિવસ સુધી ચાલશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.