ઉલ્લેખનીય છે કે, સોફિયાએ 24 એપ્રિલ, 2017 એ વ્લાડ સ્ટેનેસ્કૂ સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. તે પતિની સાથે હંમેશા સોશ્યલ મીડિયા રૉમાન્ટિક તસવીરો શેર કરતી હતી, જેના કારણે તે હંમેશા ટ્રૉલ પણ થતી હતી.
2/7
સોફિયા આગળ લખે છે કે, મે તમને મારી જિંદગી અને ઘરથી દુર કરી દીધા છે. એન્જલ જેવા ચહેરા સાથે મારી જિંદગીમાં રાક્ષસ આવ્યો, જેને મને બધી રીતે ખતમ કરવાની કોશિશ કરી.
3/7
સોફિયાએ બીજી પૉસ્ટ શેર કરતાં પતિને જુઠ્ઠો ગણાવ્યો હતો. લખ્યું તમે કહ્યું હતું કે તે તમે ઇન્ટીરિયર ડિઝાઇનર છો, પણ તે જુઠ્ઠુ હતું. તમારા ઉપર ઘણુંબધુ દેવું છે. તમે કહ્યું હતું કે મને પ્રેમ કરો છો, પણ તે પણ ખોટુ છે. જે મારી પાસે છે તે બધો ચોરવા ઇચ્છો છો. મેં ઘણીબધી વસ્તુઓના બીલ ભર્યા. મે તમારી ઉપર વિશ્વાસ મુક્યો હતો, પણ તમે મને ખોટી સાબિત કરી.
4/7
સોફિયાએ સ્પૉટબૉય સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે આ બધા સમાચારો સાચા છે. તેને પતિને રાક્ષસ અને ચોર પણ ગણાવ્યો છે. 3 દિવસ પહેલા સોફિયાએ ઇન્સ્ટા પેજ પર એક પિક્ચર શેર કર્યું હતું જેમાં લખ્યું હતું કે,- don't keep calm cause finally its over. ત્યારથી તેમના રિલેશનશીપમાં અનબન થવાના વાત ચર્ચામાં આવવા લાગી હતી.
5/7
સોફિયા હયાતે પોતાના બાળકને પણ ખોઇ દીધુ છે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા તેને ઇન્સ્ટા પર પોતાની પ્રેગનન્સીની વાત કહી હતી.
6/7
સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, સોફિયા હયાતે પતિ વ્લાડ સ્ટેનેસ્કૂને પોતાના યૂકે સ્થિત ઘરમાંથી બહાર કાઢી મુક્યો છે.
7/7
નવી દિલ્હીઃ મૉડલમાંથી એક્ટ્રેસ બનેલી બિગ બૉસ કન્ટેસ્ટેન્ટ સોફિયા હયાત ફરીથી ચર્ચાના ચગડોળે ચઢી છે. આ વખતે તે તેના લગ્નજીવન અને પતિને લઇને ચર્ચામાં છે. તે લગ્નના એક વર્ષ બાદ પતિથી અલગ થઇ ગઇ છે. તેને પતિ પર ફ્રૉડ થવાનો આરોપ લગાવ્યો છે. સોફિયાએએ વ્લાડને પોતાના ઘરથી પણ કાઢી મુક્યો છે.