આ ઉપરાંત સુનિલ ગ્રૉવર પોતાના બૉલીવુડ પ્રૉજેક્ટ્સને લઇને ચર્ચામાં છે. તેની પાસે એક પછી એક પ્રૉજેક્ટ્સ આવી રહ્યાં છે. વિશાલ ભારદ્વાજની ફિલ્મ છુરિયા બાદ હવે તેને સલમાન-પ્રિયંકાની મૂવી ભારતમાં મુખ્ય રૉલ મળ્યો છે.
4/7
આ વેબ શૉને Lil Frodo Productions પ્રૉડ્યૂસ કરી રહ્યું છે. આની પ્રીતિ અને તેની બહેન નીતિ સિમોસ છે. આ શૉ ક્રિકેટ અને કૉમેડીની જુગલબંદીને બતાવે છે, આ શૉના 22 એપિસૉડ હશે.
5/7
બન્ને વચ્ચેનો આ ફાઇટ વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે, પણ આ પહેલા શિલ્પા અને સુનિલના ફેન્સ પરેશાન ના થાય, એટલે જણાવી દઇએ કે આ અસલી નહીં પણ નકલી છે. ક્રિકેટ કૉમેડી શૉ 'જિઓ ધન ધના ધન'ના સેટ પરથી વાયરલ થયેલો આ વીડિયો શૂટિંગ દરમિયાનનો છે, જેમાં બન્નેને ઝઘડતા બતાવવાના હતા.
6/7
શૉમાં શિલ્પા શિંદે સુનિલ ગ્રૉવરની પત્નીની ભૂમિકામાં છે. બન્ને વચ્ચેની મજેદાર કેમેસ્ટ્રીની લોકો પ્રસંશા કરી રહ્યાં છે. 'ભાભીજી ઘર પર હૈ'માં જ્યાં શિલ્પા શિંદેનો દેશી લૂક જોવા મળ્યો હતો, વળી, આ શૉમાં દેશી મેમ એટલે કે ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.
7/7
મુંબઇઃ પૉપ્યૂલર કૉમેડિયન સુનિલ ગ્રૉવર આજકાલ શિલ્પા શિંદેની સાથે કૉમેડી શૉ 'જિઓ ધન ધના ધન'માં જોવા મળી રહ્યાં છે. બન્ને વચ્ચેની તીખી કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી રહી છે, પણ તાજેતરમાં જ શૉના સેટ પર એવું શું થયું કે બન્ને વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ.