શોધખોળ કરો
Advertisement
સિંઘમની એક્ટ્રેસે લગ્ન પહેલા મિત્રો સાથે કરી બેચલર્સ પાર્ટી, તસવીરો થઈ વાયરલ
બેચલર પાર્ટીમાં કાજલ કાળાની રંગનો ડ્રેસ અને પ્લેબોય હેયરબેંડ પહેરેલી જોવા મળી હતી.
બોલિવૂડ અને સાઉથની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ 30 ઓક્ટોબરના રોજ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે.લગ્ન પહેલા તેણે બહેન નિશા સાથે મળીને બેચલર પાર્ટીનું આયોજન કર્યુ હતું. બેચલર પાર્ટીમાં કાજલ કાળાની રંગનો ડ્રેસ અને પ્લેબોય હેયરબેંડ પહેરેલી જોવા મળી હતી. નિશા અગ્રવાલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેચલર પાર્ટીની તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.
કાજલે એક સેશ પહેર્યો હતો, જેમાં બ્રાઇડ ટુ બી લખ્યું હતું. જ્યારે નિશાના સેશ પર બ્રાઈડ ટ્રાઈબ લખેલું હતું. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઉપરાંત નિશાથએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક સ્ટોરી શેર કરી છે. જેમાં તે ફૂગ્ગો પકડતી જોઈ શકાય છે. જેના પર કાજલની બેચલર પાર્ટી લખેલું છે.
">
આ પહેલા કાજલે ઈન્સ્ટાગ્રામ પર લગ્નને લઈ નિવેદન જાહેર કર્યુ હતું. જે બાદ તેની બહેન નિશાએ પાર્ટીની તસવીર શેર કરી હતી. કાજલે એક પોસ્ટમાં જણાવ્યું કે, ગૌતમ કિચલૂની સાથે લગ્ન કરવાની છે. કોરોનાને જોતાં લગ્ન સમારંભમાં માત્ર પરિવારના જ લોકો હાજર રહેશે.
">
કોણ છે ગૌતમ કિચલુ
ગૌતમ કિચલુ એક આંત્રપ્રેન્યોર અને ઈન્ટીરિયર ડિઝાઇનર છે. તે ડિસ્ટન લિવિંગ ડિઝલાઇન શોપનો ફાઉન્ડર પણ છે. હાઉસ ડિઝાઇન ઉપરાંત ગૌતમ કિચલૂની કંપની ફર્નીચર, ડેકોર આઈટમ્સ, પેઇન્ટિંગ્સ તથા અન્ય હાઉસહોલ્ડ સામાન પણ વેચે છે. ગૌતમ અને કાજલ એકબીજાને ઘણા લાંબા સમયથી ડેટ કરતા હતા.
">
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement