મુંબઈઃ આર્જેન્ટીનામાં ચાલી રહેલા એક્શન ટીવી રિયાલિટી શો ખતરો કે ખિલાડીના શૂટિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના થઈ છે. આ શો દરમિયાન બે સ્પર્ધકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શોના સ્પર્ધક અને બિગ બોસ 11 ફેમ વિકાસ ગુપ્તાને સાપે ડંખ માર્યો હતો. આ ઉપરાંત સિંગર આદિત્ય નારાયણની આંખમાં પણ ઈજા થઈ છે.
2/5
આ ઘટના બાદ શો નો હોસ્ટ રોહિત શેટ્ટી પણ દુઃખી છે. શોની ટીમે સ્ટંટ દરમિયાન સ્પર્ધકોને એકસ્ટ્રા સેફ્ટી ઉપલબ્ધ કરાવવાની સલાહ આપી છે.
3/5
જે બાદ વિકાસને કેટલાક ઈન્જેક્શન આપવામાં આવ્યા અને તેને ઠીક થવામાં થોડા દિવસો લાગી શકે છે. બીજી તરફ આદિત્ય નારાયણ પર એક સ્ટંટ કરતી વખતે પડી જતાં તેની આંખ પર ઈજા થઈ હતી. આ ઘટના બાદ આદિત્યને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં ત્યાં થોડા દિવસો સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
4/5
વિકાસ ગુપ્તા અનેક ટીવી સીરિયલ્સમાં પણ રોલ કરી ચુક્યો છે.
5/5
અહેવાલ મુજબ આર્જેન્ટીનામાં ચાલી રહેલા રિયલિટી ટીવી શો ખતરો કે ખિલાડીના શૂટિંગ દરમિયાન હંમેશાની જેમ આ શોને રોચક બનાવવા માટે અનેક પ્રકારના એક્શન સીકવન્સ શૂટ કરવામાં આવતા હતા. સેટ પર આ શોનો હિસ્સો બનેલી ભારતી સિંહને એક અજગરે હુમલો કર્યો હતો. ભારતીને મુશ્કેલીમાં જોઈ ત્યાં હાજર વિકાસ ગુપ્તાએ જેવી તેને બચાવવા કોશિશ કરી સાપે વિકાસ ગુપ્તાને ડંખ માર્યો.