(Source: ECI/ABP News/ABP Majha)
Sonali Phogat Death: એક વાર નહીં... સોનાલી ફોગાટને સાત વખત અપાયું હતું ડ્રગ્સ, CBIની ચાર્જશીટમાં ચૌકાવનારા ખુલાસા
Sonali Phogat Death Case: આ વર્ષે દુનિયાને અલવિદા કહેનાર બિગ બોસ 14 ફેમ સોનાલી ફોગાટની હત્યા કેસ અંગે સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે.જેમાં ચૌકાવનારા ખુલાસા થયા છે.
Sonali Phogat Murder Case: ફેમસ ટીવી શો બિગ બોસ 14 ફેમ અને ટિક ટોક સ્ટાર સોનાલી ફોગાટે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં દુનિયાને અલવિદા કહી દીધું. સોનાલી ફોગાટના આકસ્મિક નિધનથી બધાને આશ્ચર્ય થયું. સોનાલીના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેના પરિવારજનોએ સોનાલીની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. છેલ્લા 5 મહિનાથી CBI આ મામલે તપાસ કરી રહી છે અને હવે ચાર્જશીટ પણ દાખલ કરી છે. આવી સ્થિતિમાં તમને આ સોનાલી ફોગાટ હત્યા કેસના કેટલાક મુખ્ય મુદ્દાઓ જણાવવા જઈ રહ્યા છીએ.
સોનાલી ફોગાટ કેસમાં શું થયું
22 ઓગસ્ટ 2022ના રોજ સોનાલી ફોગાટ તેના પીએ સુધીર સાંગવાન સાથે ગોવા પહોંચી અને ત્યાંની એક હોટલમાં રોકાઈ.
23 ઓગસ્ટ 2022ના રોજ બિગ બોસ 14 ફેમ સોનાલી ફોગાટના મૃત્યુના સમાચાર સામે આવ્યા. એવું કહેવામાં આવ્યું કે ગોવામાં એક પાર્ટી દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.
સોનાલીની હત્યા બાદ સોનાલીના પીએ સુધીર સાંગવાનને ગોવા પોલીસે થોડા સમય માટે પૂછપરછ માટે અટકાયતમાં લીધો હતો.
24 ઓગસ્ટ 2022 ના રોજ સોનાલી ફોગાટના પરિવારના સભ્યો વતી સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહે સોનાલીની હત્યા કરી તેમજ બળાત્કાર કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
સોનાલી ફોગાટનું પોસ્ટમોર્ટમ 25 ઓગસ્ટ 2022ના રોજ થયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે સોનાલીના શરીર પર ઈજાના ઘણા નિશાન હતા. તે જ દિવસે પોલીસે કલમ 302 હેઠળ કેસ નોંધીને સુધીર સાંગવાન અને સુખવિંદ સિંહ બંનેની ધરપકડ કરી હતી.
26 ઓગસ્ટ 2022ના રોજ પ્રખ્યાત અભિનેત્રી અને સોશિયલ મીડિયા સેન્સેશન સોનાલી ફોગાટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સોનાલી ફોગાટના મર્ડર કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં સ્પષ્ટપણે જોવામાં આવ્યું હતું કે સોનાલીને કોઈ પીણું પીવડાવવામા આવ્યું હતું. ત્યારબાદ તે આગળ ચાલતી વખતે લડખડતી જોવા મળે છે
સીબીઆઈની ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે સોનાલીને તે રાત્રે સુધીર અને સુખવિંદરે 7 વખત ડ્રગ્સ આપ્યું હતું. સીબીઆઈનો દાવો છે કે આ ખુલાસો ગોવાના કર્લીઝ રેસ્ટોરન્ટના સીસીટીવી કેમેરા ફૂટેજથી થયો છે.
સીબીઆઈએ આ કેસમાં કર્લીસ રેસ્ટોરન્ટના વેઈટર સહિત 104 લોકોને સાક્ષી બનાવ્યા છે. જોકે, સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ શું હતો, સીબીઆઈ હજુ તેની તપાસમાં લાગેલી છે.
સીબીઆઈની તપાસ મુજબ, સુધીર અને સુખવિન્દરે જેઓ આ કેસના આરોપી કહેવાય છે. તેમણે સોનાલીને ડ્રગ્સ પીવા માટે મજબૂર કરી હતી. બંનેએ સોનાલીને પ્લાસ્ટિકની બોટલમાંથી 7 વખત ડ્રગ્સ આપ્યું હતું.