શોધખોળ કરો
‘ચાલો આપણે બધા અભણ રહીએ, છૂટાછેડા તો નહીં થાય’, RSS પ્રમુખ મોહન ભાગવતના કયા નિવેદન પર કોણે કર્યો આવો કટાક્ષ
સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે, કોણ સમજદાર વ્યક્તિ આવી વાતો કરે છે

મુંબઈઃ RSS પ્રમુખ મોહન ભાગવતના વિવાદાસ્પદ નિવેદનને લઈ એક્ટ્રેસ સોનમ કપૂર બાદ જાણીતા ડિરેકટર કબીર ખાનની પત્નીએ પણ વ્યંગ કર્યો છે. ભાગવતે તાજેતરમાં કહ્યું હતું કે, શિક્ષણના કારણે લોકોમાં તલાકના મામલા વધી રહ્યા છે. જેના પર કબીર ખાનની પત્ની અને પૂર્વ વીજે મિની માથુરે ટ્વિટ કરીને લખ્યું, ચાલો આપણે બધા અભણ અને આર્થિક રીતે ગરીબ રહીએ. તેનાથી તલાક તો નહીં થાય. આ પહેલા સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે કહ્યું હતું કે, કોણ સમજદાર વ્યક્તિ આવી વાતો કરે છે. આ મૂર્ખતાભર્યુ નિવેદન છે. ભાગવતે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, સમાજમાં છૂટાછેડાના મામલા વધી રહ્યા છે. સુખી અને શિક્ષિત પરિવારોમાં છૂટાછેડા વધારે થાય છે. કારણકે શિક્ષણ અને સુખ-સમૃદ્ધીથી વ્યક્તિમાં અહંકાર આવે છે. જેના પરિણામે પરિવારમાં મતભેદ થાય છે અને તૂટવા લાગે છે. ભારતમાં હિન્દુ સમાજનો કોઈ વિકલ્પ નથી.
વધુ વાંચો





















