55,000 સ્ક્વેયર ફૂટની આ પ્રોપર્ટીમાં પૂજા માટે આલીશાન અને સુંદર રૂમ છે. અભિનેત્રીનાં લગ્નમાં 3 મોટા ફંક્શન યોજાશે, જેમાં મહેંદી સેરેમની, સંગીત અને લગ્ન સમારંભનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇવેન્ટ અલગ-અલગ જગ્યાએ યોજવામાં આવશે.
3/7
સોનમનાં દાદા વધારે ટ્રાવેલ કરી શકતા નથી અને સોનમનો પરિવાર ડેસ્ટિનેશન વેડિંગ કરતાં દાદીની હાજરીને વધારે જરૂરી માને છે. સોનમ અને આનંદનાં લગ્ન તેમની માસી કવિતા સિંહની બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થશે.
4/7
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, સોનમ કપૂર અને આનંદ આહૂજાનાં લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલી હેરિટેજ હવેલીમાં થવાના છે. આ પહેલા બંને ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા પરંતુ સોનમ કપૂરની દાદીનાં કારણે વેન્યુમાં બદલાવ કરવામાં આવ્યો છે.
5/7
આ સિવાય હાલમાં સોનમ કપૂર પોતાના એક ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સોનમ કપૂરના લગ્ન મુંબઈમાં જ થશે અને રિસેપ્શન દિલ્હીમાં રાખવામાં આવશે.
6/7
મુંબઈ: ઘણાં સમયથી અભિનેત્રી સોનમ કપૂરના લગ્નની ચારે બાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આવામાં મુંબઈના જૂહુમાં આવેલ એક સ્પાની બહાર સોનમ કપૂર જોવા મળી હતી. જેની તસવીરો સામે આવી છે. સોનમ કપૂર અત્યારે પોતાના લગ્નને લઈને બહુ જ ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે 6/7 મેના રોજ સોનમ લગ્ન ગ્રંથીથી જોડાઈ જશે.
7/7
હાલમાં જ સોનમ કપૂર સંદીપ ખોસલાની ભત્રીજીના લગ્નમાં જોવા મળી હતી. આ રિસેપ્શનમાં સોનમ કપૂરે ‘પ્રેમ રતન ધન પાયો’ના ટાઈટલ સોંગ પર ડાન્સ પણ કર્યો હતો. ચાહકોને સોનમ કપૂરના લગ્નની રાહ જોઈને બેઠા છે.