શોધખોળ કરો
Advertisement
સાઉથની 28 વર્ષની આ જાણીતી એક્ટ્રેસે કર્યુ સુસાઇડ, થોડા મહિના પહેલા જ કરી હતી સગાઈ
તે ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને આજે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી.
મુંબઈઃ તમિલની જાણીતી અભિનેત્રી વીજે ચિત્રાએ સુસાઇડ કર્યુ છે. સાઉથની એક્ટ્રેસ વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ છે. તેની ઉંમર માત્ર 28 વર્ષ હતી. ચિત્રાએ ચેન્નઈની નસરપેટની એક હોટલમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ, ચિત્રા તેના મંગેતર સાથે હોટલમાં રહેતી હતી.
ચિત્રાને હાલ વિજય ટીવી પરથી પ્રસારિત થતી પાંડિયન સ્ટોર્સની સીરિયલમાં તેના અભિનય માટે ઓળખવામાં આવે છે. આ સીરિયલમાં તે મુલઈની ભૂમિકામાં હતી. રિપોર્ટ્સ મુજબ તે ડિપ્રેશનમાં હતી, જેના કારણે તેણે આ ચોંકાવનારું પગલું ભર્યુ છે.
તે ઈવીપી ફિલ્મ સિટીમાં શૂટિંગ પતાવીને આજે સવારે 2.30 કલાકે હોટલના રૂમ પર પરત ફરી હતી. થોડા મહિના પહેલા બિઝનેસમેન હેમંત સાથે તેણે સગાઇ કરી હતી. હેમંતના કહેવા મુજબ, ચિત્રાએ તેને સ્નાન કરીને આવવાનું કહીને ગયા બાદ લાંબા સમય સુધી પરત ફરી નહોતી. દરવાજો ખખડાવવા છતાં તેણે ખોલ્યો નહોતો. જે બાદ હોટલ કર્મચારીની મદદથી ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલતાં સાડીની મદદથી સીલિંગ સાથે ગળફાંસો ખાધેલી હાલતમાં મળી આ હતી.
પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
">
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement