લોકડાઉનમાં ફસાયેલા લોકોના મસીહા બનનાર સોનુ સૂદ માટે એરલાઇન કંપનીએ કર્યું આ અનોખું કામ
કોરોનાની મહામારીમાં લાખો શ્રમિકો તેમજ પરેશાન લોકોની મદદ કરનાર સોનૂ સુદ માટે એક ડોમેસ્ટીક એરલાઇન કંપનીએ અનોખું કાર્ય કર્યું છે.
કોરોનાની મહામારી બાદ લોકાડાઉનમાં અનેક લોકોની મદદ કરનાર સોનુ સૂદ રિયલ હિરો બની ગયો છે. તેમના આ સેવા કાર્યને બિરદાવતા એક દેશી એરલાઇન કંપનીએ તેમને અનોખી રીતે સન્માન આપતા સેલ્યૂટ કર્યુ છે. સોનુ સૂદની કાર્યાને કારણે દેશ વિદેશ દરેક જગ્યાએ તેમને સન્માન મળી રહ્યું છે. એરલાઇન કંપની સ્પાઇજેટ બોઇંગ 737 પર તેમની એક મોટી તસવીર પેન્ટ કરવામાં આવી છે. આ રીતે સ્પાઇસજેટ કંપનીએ સોનૂ સૂદનું સન્માન કર્યુ છે.
ડોમેસ્ટીક ઉડ્ડયન કંપની સ્પાઇસ જેટે સોનૂ સૂદને સેલ્યૂટ કરતા સ્પાઇસજેટ બોઇંગ 737 પર સોનૂની તસવીર ડ્રો કરી છે. આ તસવીર સાથે સોનૂ માટે ખાસ અંગ્રેજીમાં એક પંકિત પણ લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ અ સેલ્યૂટ ટૂ ધ સેવિયર સોનૂ સૂદ’ અર્થાત ‘મસીહા સોનૂ સૂદ’
એબીપી ન્યુઝે જ્યારે આ મુદ્દે સોનૂ સૂદ સાથે સંપર્ક કર્યો તો તેઓ આ નવી ઉડાનને લઇને ખૂબ જ ખુશ જોવા મળ્યા.
એબીપી ન્યુઝમાં ફોન પર વાતચીત કરતા તેમણે કહ્યું કે, “આ મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. તેનાથી મને યાદ આવ્યું કે, જ્યારે હું પહેલી વખત મુંબઇ આવ્યો તો ટિકિટ રિઝર્વ કર્યા વિના જ અહીં પહોંચ્યો હતો. જ્યારે હવે સ્પાઇસ જેટે મને આ સન્માન આપ્યું છે તો હું વિનમ્રતાથી તેનો સ્વીકાર કરૂ છું અને ગર્વ અનુભવું છું”
સોનુ સૂદે કહ્યું કે, “ આ બધા માટે હું એ લોકોનો પણ આભારી છું. જેને મને ખૂબ આશિષ આપ્યા હતા. લોકડાઉન દરમિયાન મને મળેલા લોકોએ મારા માટે ખૂબ દુવા કરી હતી. તેનું પરિણામ છે આજે મને આ સન્માન મળી રહ્યું છે”
ઉલ્લેખનિય છે કે, સોનુ સૂદે મહામારીમાં લોકડાઉનના સમયમાં લાખો લોકોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં મદદ કરી હતી. તેમણે રશિયા, અલ્મતિ, કિર્ગિસ્તાન જેવા દુનિયાભરમાંથી ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવામાં મદદ કરી હતી.આ સમય દરમિયાન સોનૂ સૂદે તમામ ડોક્ટર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કરોની પણ ખૂબ મદદ કરી હતી. હતી.