શોધખોળ કરો

Sridevi Birth Anniversary: શ્રીદેવીએ બોની કપૂર નહિ પરંતુ આ સુપર સ્ટાર માટે 7 દિવસ રાખ્યા હતા ઉપવાસ

80ના દાયકાની ટોચની અભિનેત્રી રહી ચૂકેલી શ્રીદેવીએ પોતાના કરિયરમાં એકથી એક શ્રે્ષ્ઠ ફિલ્મો આપી હતી. તેણે ક્યારેય પોતાના અભિનયથી દર્શકોને નિરાશ કર્યા નથી.

Sridevi Birth Anniversary:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમને સાઉથમાં સફળતા ન મળી અને એક પછી એક રિજેક્શનનો સામનો કરવો પડ્યો પરંતુ તેમ છતાં હિંમત ન હાર્યા અને બોલિવૂડ તરફ વળ્યા. પરંતુ કેટલાક એવા સ્ટાર્સ છે જેમણે ન માત્ર સાઉથમાં એક પછી એક હિટ ફિલ્મો આપી પરંતુ બોલિવૂડની ફિલ્મોમાં પણ વિક્રમ  સર્જતા રહ્યા. હેમા માલિની, રેખા, શ્રીદેવી અને જયાપ્રદા જેવા ઘણા પ્રખ્યાત સ્ટાર્સ છે, જેઓ સાઉથની ફિલ્મો કર્યા પછી બોલિવૂડ તરફ વળ્યા. આજે વાત કરીએ હવા હવાઇ ગર્લનો જેણે લૂક અને અભિનય કલાથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ બનાવી હતી.

આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. જો કે આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદ હંમેશા લોકોમાં જીવંત છે. શું તમે જાણો છો કે, આ બોલિવૂડની  'ચાંદની'ના સાઉથના ઘણા સ્ટાર્સ સાથે સારા સંબંધો હતા, પરંતુ એક સુપરસ્ટાર છે જેની સાથે શ્રીદેવીએ માત્ર ફિલ્મો જ નથી કરી પરંતુ તેના માટે 7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.  આ બિલકુલ સત્ય છે. શ્રીદેવીએ કોના માટે 7 દિવસના ઉપવાસ કર્યા? શ્રીદેવીએ કયા સાઉથ સુપરસ્ટાર સાથે નિભાવી હતી ગાઢ મિત્રતા? ચાલો  જણાવીએ..

શ્રીદેવી તેના યુગની સૌથી લોકપ્રિય અને ડિમાન્ડિંગ અભિનેત્રીઓમાંની એક છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ સિનેમામાં પણ તેણે એક પછી એક ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે સાઉથ સિનેમાના 'થલાઈવા' સાથે એક-બે નહીં પરંતુ 25થી વધુ ફિલ્મો કરી છે, જેની સાથે તેનું ખૂબ જ સારું બોન્ડિંગ હતું. અત્યાર સુધીમાં તમે સમજી જ ગયા હશો કે અમે કોની વાત કરી રહ્યા છીએ.

અમે વાત કરી રહ્યા છીએ સાઉથના સુપરસ્ટાર એટલે કે રજનીકાંતની. શ્રીદેવી અને રજનીકાંતે 'ફરિશ્તે', 'ચાલબાઝ', 'ભગવાન દાદા', 'જુલ્મ' અને 'ગેર કાનૂની,' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શ્રીદેવી અને રજનીકાંત બંનેની  લગ્ન પછી પણ ખૂબ જ સારી મિત્રતા હતી.  શ્રીદેવીએ ખુદ  ખુલાસો કર્યો હતો કે , તેમણે આ સુપરસ્ટાર માટે  7 દિવસના ઉપવાસ રાખ્યા હતા.

એક ઈન્ટરવ્યુમાં રજનીકાંતે જણાવ્યું કે, જ્યારે તે વર્ષ 2011માં તેની ફિલ્મ 'રાણા'નું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેને સારવાર માટે સિંગાપુર લઈ જવો પડ્યો હતો. જ્યારે શ્રીદેવીને આ વાતની જાણ થઈ તો તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેમણે મારા માટે સાત દિવસના ઉપવાસ રાખીને સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી તેમજ શિરડી સાંઇબાબાના દર્શનની માનતા પણ રાખી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનું પણ થયું મોંઘુ,ચેક કરો આજની લેટેસ્ટ કિંમત 
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

Embed widget