(Source: ECI/ABP News/ABP Majha)
Sushant Singh Death Case: સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનાની ડ્રગ્સ કેસમાં NCBએ કરી ધરપકડ
સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની વિતેલા સપ્તાહે જ સગાઈ થઈ હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાની (Siddharth Pithani)ની ધરપકડ કરી છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ પિઠાનીને નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરની ટીમ હૈદ્રાબાદથી ધરપકડ કરીને મુંબઈ લાવી રહી છે.
જણાવીએ કે, સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની વિતેલા સપ્તાહે જ સગાઈ થઈ હતી. સિદ્ધાર્થ પિઠાનાની સગાઈની તસવીર સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ હતી. સુશાંતના નિધન બાદ તેના જીવન સાથે જોડાયેલ અનેક લોકોના નામ મીડિયામાં સામે આવ્યા હતા. આ લોકોમાં એક નામ તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનું પણ હતું. કહેવાય છે કે, સુશાંતની બોડીને પ્રથમ વખત સિદ્ધાર્થ પિઠાનીએ જ ઘરની અંદર પંખા સાથે લટાયેલ જોઈ હતી. ત્યાર બાદ તેમે પોલીસ અને હોસ્પિટલને ફોન કર્યો હતો.
આ પહેલા સુશાંતના મોતની તપાસ કરી રહેલ સીબીઆઈ પણ ઘણી વખથ પિઠાનીની પૂછપરછ કરી ચૂકી છે. તેણે સીબીઆઈને આપેલ નિવેદનમાં કહ્યું હતું કે, વિતેલા વર્ષે જાન્યુઆરીથી સુશાંત સિંહની સાથે તે રહેતો હતો. સીબીઆઈને આપેલ નિવેદનમાં પિઠાનીએ એ પણ કહ્યું હતું કે તેણે જ ચાકુથી સુશાંતના ગળે લાગેલ કપડ કાપ્યું હતું અને ત્યાં હાજર અન્ય વ્યક્તિની સાથે બેડ પર ચડીને સુશાંતની બોડીને નીચે ઉતારી હતી.
એપ્રિલમાં એનસીબીએ સાહિલ શાહના બે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ કરી હતી. એનસીબીના એક અધિકારી અસાર ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન સાહિલ શાહની ભૂમિકા સામે આવી હતી. આરોપીએ જ રાજપૂતને ડ્રગ્સ પહોંચાડ્યું હતું. એનસીબી અનસાર, સાહિલ શાહ સુશાંત સિંહ રાજપૂતની સાથે આજ કોમ્પલેક્સમાં રહેતો હતો. એનસીબી સાહિલ શાહની શોધમાં પણ છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું 14 જુન, 2020ના રોજ નિધન થયું હતું. સુશાંત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. અચાનક મોત બાદ સમગ્ર દેશ સ્તબ્ધ રહી ગયો હતો. બાદમાં આ મામલે ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું. તેને લઈને એનસીબી અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરી ચૂક્યું છે. ડ્રગ્સ કેસમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની પણ ધરપકડ થઈ હતી. વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિયાની કથિત રીતે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ થઈ હતી. રિયાએ મુંબઈની એક જેલમાં એક મહિનો વિતાવ્યો હતો. રિયા અને શોવિક હાલમાં જામીન પર બહાર છે.