Sidharth-Kiara આગામી જાન્યુઆરીમાં કરી શકે છે લગ્ન, કપલના વેડિંગ ગેસ્ટ લિસ્ટમાં KJo સહિત આ નામ થયા ફાઇનલ
ઇન્ડિયા ટુડેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના લગ્નની ગેસ્ટ લિસ્ટ પર પણ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે
Sidharth-Kiara Wedding Guest List: સિદ્વાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયાર અડવાણી (Kiara Advani) ના લગ્નની ખબરો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. ભલે બન્નેએ પોતાના લગ્નની વાતોને કન્ફોર્મ ના કરી હોય, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, ‘શેરશાહ’ જોડી આગામી જાન્યુઆરી મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે.
હવે ઇન્ડિયા ટુડેના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ પોતાના લગ્નની ગેસ્ટ લિસ્ટ પર પણ કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. રિપોર્ટ્સ અનુસાર ઇન્ડસ્ટ્રીના કેટલાય સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સ સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારના મૉસ્ટ અવેટેડ વેડિંગમાં સામેલ થશે.
ગેસ્ટ લિસ્ટમાં કયા કયા નામો થયા છે ફાઇનલ -
રિપોર્ટ્સ અનુસાર, ગેસ્ટ લિસ્ટમાં કરણ જોહરનુ નામ ફાઇનલ થઇ ચૂક્યુ છે. વળી, વિક્કી કૌશલ, કેટરીના કૈફ, વરુણ ધવન, જેકી ભગનાની અને તેની ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહને પણ ઇનવાિટ કરવામાં આવવવાની સંભાવના છે. સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારા પોતાના કેટલાક પ્રૉડ્યૂસર ફ્રેન્ડ્સથી બહુજ ક્લૉઝ છે, અને તેમને પણ ઇનવાઇટ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. અત્યાર સુધી જે નામોને કન્ફોર્મ કર્યા છે, તેમાં કરણ જોહર અને અશ્વિની યાર્ડી છે, આ બન્ને કપલની બહુજ નજીક છે.
ક્યાં થશે સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારાના લગ્ન -
રિપોર્ટ્સ અનુસાર, સિદ્વાર્થ - કિયારાની અત્યાર સુધી લગ્નની તારીખ નક્કી નથી થઇ, પરંતુ વેન્યૂ નક્કી કરી લેવામાં આવ્યુ છે. કથિત રીતે, ચંડીગઢમાં ઓબેરૉય સુખવિલાસ તે જગ્યાઓમાંથી એક છે, જેને સિદ્વાર્થ મલ્હોત્રા અને કિયારાની સ્પેશ્યલ ડે માટે ફાઇનલ કરી શકે છે. જોકે, હજુ સુધી આની કોઇ ઓફિશિયલ કન્ફોર્મેશન નથી થયુ. ઉલ્લેખનીય છે કે, આ તે જ જગ્યા છે જ્યાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ લગ્ન કર્યા હતા.
સિદ્ધાર્થ મલ્હોત્રા વર્ક ફ્રન્ટ -
તે જ સમયે, સિદ્ધાર્થ મલ્હોત્રા રોમેન્ટિક થ્રિલર 'મિશન મજનૂ'માં જોવા મળશે, જે નેટફ્લિક્સ પર OTT રિલીઝ માટે તૈયાર છે. અભિનેતા હાલમાં એક્શન થ્રિલર 'યોદ્ધા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સિદ્ધાર્થ હિટમેકર રોહિત શેટ્ટીની કોપ થ્રિલર શ્રેણી 'ઇન્ડિયન પોલીસ ફોર્સ' સાથે તેની ભવ્ય OTT ડેબ્યૂ પણ કરી રહ્યો છે જે એમેઝોન પ્રાઇમ વિડિયો પર ટૂંક સમયમાં રિલીઝ થશે.