જેક્લિને શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, તેની આંખોની કીકીની આસપાસનો ભાગ હવે પહેલાં જેવો ગોળ રહ્યો નથી. જોકે આ સાથે જ ખુશીનાં સમાચાર એ છે કે તેની આંખોની રોશનીને કોઇ નુક્શાન થયુ નથી.
2/5
આ ઘટના બાદ એક ઓનલાઇન પોર્ટલે લખ્યુ હતું કે, જેક્લિનને તુરતંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેની આંખોમાંથી નીકળતું લોહી બંધ જ નહોતું થતું. જોકે સામાન્ય ટ્રિટમેન્ટ બાદ તેને રજા આપી દેવામાં આવી હતી. જે બાદ જેક્લિને ફિલ્મો ક્લાઇમેક્સ સીન શૂટ કર્યો હતો પણ તેને આ સીન સનગ્લાસ પહેરીને કર્યો હતો. કારણ કે તેની ઇજા નરી આંખે જોઇ શકાય તેવી હતી.
3/5
ફિલ્મનાં પ્રોડ્યુસર રમેશ તુરાનીએ માર્ચ મહિનામાં જ જેક્લિનની ઇજા વિશે જાહેરમાં વાત કરતાં કહ્યું હતું કે, હા આ વાત સાચી છે કે રેસ-3નાં સેટ પર જેક્લિનને સ્ક્વોશ રમતા સમયે ઇજા થઇ હતી. જોકે તે એક સામાન્ય ઇજા હતી. તેને તુંરત જ ડોક્ટર પાસે લઇ જવામાં આવી હતી. જે બાદ થોડ સમય સુધી શૂટિંગ બંધ રાખામાં આવ્યું હતું. જે બાદ તેણે પૂણે 24 માર્ચનાં રોજ સલમાનની દબંગ ટૂરમાં પણ ભાગ લીધો હતો.
4/5
હવે આ ઘટનાનાં બે મહિના બાદ જેક્લિન ફર્નાન્ડિઝે તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શરે કરી છે જેમાં તેણે તેની આંખોની ઇજા વિશે વાત કરી છે. આ પોસ્ટમાં તેણે તેની આંખોની ક્લોઝઅપ ઇમેજ શેર કરી છે. સાથે જ તેણે લખ્યું છે કે, 'આ કાયમી ઇજા છે હવે મારી આંખની કીકીની આસપાસનો ગોળ ભાગ પહેલાં જેવો ગોળ નથી રહ્યો પણ હું ભગવાનની આભારી છુ કે હું જોઇ શકુ છું.
5/5
નવી દિલ્હીઃ સલમાન ખાન અને જેક્લિન ફર્નાન્ડિસની ફિલ્મ રેસ 3ને લઈને ફેન્સમાં ખૂબ જ ઉત્સાહ છે. પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જેક્લિનની સાથે એક દુર્ઘટના ઘટી હતી જેની જાણકીર જેક્લિને સોશિયલ મીડિયા પર શેર કરી છે.