સુહેલ શેઠના લગ્નમાં પ્રફુલ્લ પટેલ, શીલા દીક્ષિત, જય પાંડા, અમર સિંહ, ફિલ્મ મેકર મુજફ્ફર અલી અને તરૂણ તેજપાલ સામેલ થયા હતા. સુહેલ શેઠ ગર્લફ્રેન્ડ લક્ષ્મી મેનન સાથે છેલ્લા એક વર્ષથી રિલેશનમાં હતા અને બન્નેએ આ વર્ષે ઓક્ટોબરમાં સગાઈ કરી હતી. સગાઈ બાદ તરત જ તેઓ એક વેકેશન પર ચાલ્યા ગયા હતા.
2/3
સુહેલ શેઠના લગ્નના અહેવાલ ઘણાં સમયથી ચર્ચામાં હતા. પરંતુ લગ્નની તારીખ સામે આવી ન હતી. કહેવાય છે કે લગ્ન 25 ડિસેમ્બરે થયા છે. કારણ કે, ઇનવિટેશન કાર્ડ પણ વાયરલ થયું હતું. આ કાર્ડમાં કહેવામાં આવ્યું હતું કે સુહેલ 25 ડિસેમ્બરે કંઈક ખાસ આયોજન કરવાના છે.
3/3
નવી દિલ્હીઃ એક્ટર અને એડમેન સુહેલ શેઠે પોતાનાથી 18 વર્ષની ગર્લફ્રેન્ડ લક્ષ્મી મેનન સાથે લગ્ન કર્યા છે. અહેવાલ અનુસાર લગ્ન ક્રિસમસના દિવસે થયા છે. લગ્નની વિધિ ગુરુગ્રામમાં ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં પૂરી થઈ છે. #MeTooના આરોપ લાગ્યા બાદ સુહેલ શેઠ સોશિયલ મીડિયાથી દૂર થઈ ગયા હતા.