શોધખોળ કરો
પતિ સાથે થાઈલેન્ડના મંદિરોમાં જોવા મળી સની લિયોની, જુઓ તસવીરો
સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સની થાઈલેન્ડના મંદિરોમાં પૂજા કરતી જોવા મળે છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સની લિયોની હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સની લિયોની પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં સની લિયોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સની થાઈલેન્ડના મંદિરોમાં પૂજા કરતી જોવા મળે છે.
આ તસવીરો થાઈલેન્ડની છે. આ તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા સનીએ કહ્યું તેને નાના અને મોટા મંદિરોના કારણે થાઈલેન્ડ ખૂબ જ પસંદ છે. સનીએ આગળ લખ્યું કે પતિ ડેનિયલ વેબર સાથે આગામી નવા વર્ષ માટે પ્રાર્થના. બ્લૂ ડ્રેસમાં સની લિયોની ખૂબ જ સુંદર લાગી રહી છે.
સની લિયોની હાલમાં જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે જેએનયૂ હિંસાને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. સની લિયોનીએ કહ્યું તે હિંસામાં વિશ્વાસ નથી રાખતી. સની લિયોનીની થાઈલેન્ડમાં મંદિરની તસવીરોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે. ફિલ્મોની વાત કરવામાં આવે તો સની વીરમાદેવીમાં જોવા મળશે. તેની સાથે નવદીપ લીડ રોલમાં જોવા મળશે. સની લિયોનીની આ ફિલ્મ તમિલ, હિંદી, મલયાલમ, કન્નડ અને તેલુગૂ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. (તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો





















