શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે જે-જે ઉમેદવાર માટે પ્રચાર કર્યો એ બધાની થઈ હાર
સ્વરા ભાસ્કરે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ, સીપીઆઈનાં કનૈયા કુમાર અને આમ આદમી પાર્ટીની આતિશી અને રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કર્યો હતો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મોદી લહેરમાં કોંગ્રેસ સહિત અનેક પાર્ટીઓના સુંપડા સાફ થઈ ગયા છે. આ ચૂંટણીમાં મોદી વિરોધી ગણાતી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ અનેક ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. જોકે તેનાથી એકપણ ઉમેદવારનો ફાયદો થયો ન હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે પરિણામાં સ્પષ્ટ જોવા મળ્યું કે સ્વરાએ જે-જે ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો તેમાંથી એકપણ ઉમેદવારને જીત મળી નથી.
સ્વરા ભાસ્કરે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ, સીપીઆઈનાં કનૈયા કુમાર અને આમ આદમી પાર્ટીની આતિશી અને રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કર્યો હતો.
આ ચૂંટમીમાં બેગૂસરાયથી કનૈયા કુમારને 22 ટકા આસપાસ મત મળ્યા છે. તેમણે ભાજપના નેતા ગિરિરાજ સિંહને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો હતો. સાઉથ દિલ્હીની બેઠક પરથી આપનાં રાઘવ ચડ્ઢાને 27.6 ટકા મત મળ્યાં. તેઓ પણ બીજા નંબર પર રહ્યાં. તેમની સામે ભાજપના રમેશ બિધૂડી અને કોંગ્રેસનાં વિજેન્દ્ર સિંહ સાથે હતી.
ઇસ્ટ દિલ્હી પર આપની ટિકિટ પર પોતાની કિસ્મત અજમાવી રહેલી આતિશી માર્લિનાનું પ્રદર્શન પણ કંઈ સારું ન રહ્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion