શોધખોળ કરો
Advertisement
બૉલીવુડ એક્ટ્રેસે 'પ્રવાસી' મજૂરોના દુઃખો પર ગાઇ ભાવુક કવિતા, ઇન્ટરનેટ પર થઇ ધડાધડ વાયરલ
અભિનેત્રી તાપસૂ પન્નૂએ લાખો પ્રવાસીઓના દુઃખોને એક કવિતામાં સમાવીને ફેન્સની સાથે પોતાની અવાજમાં શેર કરી છે. આ લોકો પર લૉકડાઉનમાં સૌથી વધુ દુઃખ પડ્યુ છે
નવી દિલ્હીઃ લૉકડાઉનમાં સૌથી વધુ તકલીફો પ્રવાસી મજૂરોને પડી છે. બૉલીવુડની મોટી મોટી હસ્તીઓ પ્રવાસીઓને પોતાના વતન સુધી પહોંચાડવાથી લઇને તેમને ખાવા-પીવાની સગવડો માટે હંમેશા આગળ રહ્યાં છે. સોનુ સૂદથી લઇને અમિતાભ બચ્ચન સહિતના સ્ટાર્સે પોતાના ખર્ચે પ્રવાસીઓને યુપી, બિહાર, ઓડિશા, તામિલનાડુ સુધી પહોંચાડ્યા છે. આ પ્રવાસીઓના દુઃખો જોઇને એક્ટ્રેસ તાપસી પન્નૂએ એક કવિતા ગાઇ છે. જે ઇન્ટરનેટ પર ધડાધડ વાયરલ થઇ રહી છે.
અભિનેત્રી તાપસૂ પન્નૂએ લાખો પ્રવાસીઓના દુઃખોને એક કવિતામાં સમાવીને ફેન્સની સાથે પોતાની અવાજમાં શેર કરી છે. આ લોકો પર લૉકડાઉનમાં સૌથી વધુ દુઃખ પડ્યુ છે.
તાપસીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કવિતા 'પ્રવાસી' શેર કરી છે, લગભગ 1 મિનીટ 42 સેકન્ડ સુધી વાંચવામાં આવેલી આ કવિતામાં તાપસીએ પ્રવાસી મજૂરોના દુઃખોને વ્યક્ત કર્યુ છે. આમાં છેલ્લા બે મહિનામાં પ્રવાસીઓએ જે દુઃખ ઝીલ્યુ છે તે છે.પહેલી લાઇન છે 'હમ તો બસ પ્રવાસી હૈ, ક્યાં ઇસ દેશ કે વાસી હૈ?'
તાપસીએ કવિતા શેર કરતા લખ્યું- તસવીરોનો એક એવો સિલસિલો જે આપણા દિમાગમાંથી ક્યારેય નહીં નીકળે. મગજમાં લાંબા સમય સુધી રહેશે. આ મહામારી ભારત માટે વાયરલ સંક્રમણથી પણ ખરાબ છે. અમારા દિલથી તમારા દિલ સુધી, તે હજારો દિલો માટે જે કદાય જે આપણે બધાએ તોડ્યા છે.
આ કવિતાના વીડિયોમાં લૉકડાઉન દરમિયાન વાયરલ થયેલા તે તમામ મજૂરોની તસવીરો છે, જેના દુઃખોને જોઇને આખો ભારત દેશ ભાવુક થઇ ગયો હતો. આ તસવીરોને એનિમેશનનુ રૂપ આપ્યુ છે. તાપસીએ દુઃખભર્યા અવાજમાં 'પ્રવાસી' મજૂરોના દુઃખોને વ્યક્ત કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement