શોધખોળ કરો
‘તારક મેહતા કા....’ના ફેન્સને લાગશે આંચકો, 12 વર્ષ બાદ આ એક્ટ્રેસ છોડી રહી છે શો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મહેકાનો રોલ ખૂબ જ ખાસ છે. શૉની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીના કિરદારમાં છે.

મુંબઈઃ 28 જુલાઈના રોજ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 12 વર્ષ પૂરા કર્યા હતા. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહા છેલ્લાં 12 વર્ષથી આ શોમાં કામ કરે છે. નોંધનીય છે કે દિશા વાકાણી અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા મહેતાએ શો છોડવા વિશે મેકર્સ સાથે વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે નેહા મહેતા કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે શો માટે સેટ પર નવા એપિસોડ માટે પહોંચી શકે તેમ નથી. જણાવી દઇએ કે તારક મહેતાની ટીમે 10 જુલાઇથી મુંબઇ સ્થિત સેચ પર શુટિંગ ફરીથી શરૂ કર્યુ છે. નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાના રોલમાં હતી. શોમાં અંજલી મહેતા ડાયટ અંગે સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મહેકાનો રોલ ખૂબ જ ખાસ છે. શૉની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીના કિરદારમાં છે. તારક મહેતાની સાથે તેની હળવી તકરાર ફેન્સને પસંદ આવે છે. સાથે જ એટીએમ સ્પેશિયલ હેલ્થ ડાયટને લઇને અંજલીની તારક મહેતા સાથે તકરાર થતી રહે છે.
જોકે, શો છોડવા અંગે વહેતા થયેલા અહેવાલો પર નેહા મહેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો શોના મેકર્સ તરફથી પણ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
નોંધનીય છે કે, સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બિઝનેસ
ખેતીવાડી
ભાવનગર
ક્રિકેટ
Advertisement