શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ 'ગડા ઇલેક્ટ્રોનિક્સ' વેચી ગુજરાત પરત ફરશે?
1/4

આ વચ્ચે મહેતા, જેઠાલાલને બોલાવશે. તમામને એક સાથે જોઇને જેઠાલાલ ચોંકી જશે. પરંતુ આ લોકો તેની વાત શરૂ કરે તે પહેલા બાપુજી જેઠાલાલને કંપાઉન્ડમાં બોલાવશે. તમામ બહાર આવશે. બહાર આવતા ખબર પડે છે કે બાપુજીએ એડ જોઇ લીધી છે અને તેઓ આના કારણે નારાજ છે. એડ જોયા બાદ જેઠાલાલ પણ ચોંકી જાય છે. બાદમાં જેઠાલાલની પાસે દુકાનની ખરીદી કરવા વાળાના ફોન આવવા લાગશે. આગળ જોવું ઇન્ટ્રેસ્ટિંગ હશે કે ગોકુળધામના સભ્ય જેઠાલાલની આ મુસીબતથી નિકળવામાં મદદ કરી શકશે કે નહીં?
2/4

ત્યારે બીજી તરફ જેઠાલાલ દુકાન વેચવા અને ગુજરાત પરત ફરવાની પોતાની દુવિધાઓ વિશે બાપુજી સાથે વાત કરશે. પરંતુ બાપુજી તેને આશ્વાસન આપશે અને આ વીશે વધુ ન વિચારવા માટે કહેશે.
Published at : 23 Nov 2018 07:43 AM (IST)
View More





















