શોધખોળ કરો

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

NEET-UG પેપર લીક વિવાદ બાદ PM મોદીએ લીધો મોટો નિર્ણય; નંદન નીલેકણીની અધ્યક્ષતામાં બનેલી 6 નિષ્ણાતોની ટાસ્ક ફોર્સ કરશે પરીક્ષા સિસ્ટમમાં મોટા સુધારા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NEET લીક પછી NTA સુધારવા ટાસ્ક ફોર્સ રચાઈ.
  • નંદન નીલેકણી અધ્યક્ષ, સોમનાથ સહિત ૬ નિષ્ણાતો સામેલ.
  • પરીક્ષા પ્રણાલી સુધારવા, પારદર્શિતા વધારવા ટાસ્ક ફોર્સ કાર્યરત.

NTA Task Force Experts List 2026: તાજેતરમાં દેશભરમાં ખળભળાટ મચાવનારા NEET-UG પેપર લીક વિવાદ બાદ, કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની સમગ્ર પરીક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવાની દિશામાં એક ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સેલ્ફી વીડિયો દ્વારા દેશના વિદ્યાર્થીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે, પેપર લીક જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે સંસદમાં કડક કાયદો લાવવામાં આવશે. એટલું જ નહીં, ભવિષ્યમાં તમામ પરીક્ષાઓ પારદર્શક અને વિશ્વસનીય બને તે માટે NTA માં સુધારા લાવવા એક 'હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સ' ની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ ખાસ કરીને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને પરીક્ષા પ્રણાલીના માળખાકીય સુધારા અંગે સરકારને મહત્વના સૂચનો આપશે. અગાઉ સરકારે NTA ના 47 કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી, અને હવે આ નિષ્ણાતોની ટીમ પરીક્ષા સિસ્ટમને ફૂલપ્રૂફ બનાવશે. ચાલો જાણીએ આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સમાં સામેલ 6 દિગ્ગજ નિષ્ણાતો વિશે, જેમાં ગુજરાતમાંથી પણ એક મોટું નામ સામેલ છે.

NTA ટાસ્ક ફોર્સમાં સામેલ 6 નિષ્ણાતો:

1. નંદન નીલેકણી (અધ્યક્ષ) - ઈન્ફોસિસના કો-ફાઉન્ડર

વિશ્વ વિખ્યાત ટેકનોલોજી નિષ્ણાત અને ઈન્ફોસિસના (Infosys) કો-ફાઉન્ડર નંદન નીલેકણીને આ શક્તિશાળી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ (અધ્યક્ષ પદ) સોંપવામાં આવ્યું છે. IIT બોમ્બેમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરનારા નીલેકણીએ 1981 માં એન.આર. નારાયણ મૂર્તિ અને અન્ય સાથીઓ સાથે મળીને ઈન્ફોસિસની સ્થાપના કરી હતી. તેઓ દેશના આધાર કાર્ડ (Aadhaar) જેવા મહત્વકાંક્ષી આઈડેન્ટિટી પ્રોજેક્ટને સફળતાપૂર્વક આગળ ધપાવવા માટે જાણીતા છે.

2. એસ. સોમનાથ - ISRO ના પૂર્વ ચેરમેન

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના પૂર્વ ચેરમેન એસ. સોમનાથને પણ આ ટીમમાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ લાંબા સમયથી ભારતના સ્પેસ પ્રોગ્રામના ઘડવૈયા રહ્યા છે. 1985 માં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરથી પોતાની કારકિર્દી શરૂ કરનાર સોમનાથે ઘણા ઐતિહાસિક મિશનમાં યોગદાન આપ્યું છે અને જાન્યુઆરી 2022 માં તેઓ ISRO ના ચેરમેન બન્યા હતા.

3. તપન ડેકા - ઈન્ટેલિજન્સ અને સુરક્ષા નિષ્ણાત

પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ રોકવા માટે ઈન્ટેલિજન્સ અને સુરક્ષા મામલાના નિષ્ણાત તપન ડેકાને ટાસ્ક ફોર્સમાં સમાવવામાં આવ્યા છે. તેઓ 1988 ની બેચના હિમાચલ પ્રદેશ કેડરના સિનિયર IPS અધિકારી છે અને દેશની ગુપ્તચર એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ડાયરેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આતંકવાદ અને સુરક્ષાને લગતો તેમનો વિશાળ અનુભવ NTA ની પરીક્ષાઓને વધુ સુરક્ષિત બનાવવામાં ખૂબ કામ લાગશે.

આ પણ વાંચોઃ ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

4. વી. કામકોટી - IIT મદ્રાસના ડાયરેક્ટર

IIT મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર વી. કામકોટી પણ આ પ્રતિષ્ઠિત ટીમનો હિસ્સો છે. તેઓ કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર આર્કિટેક્ચર, ઈન્ફોર્મેશન સિક્યોરિટી અને VLSI ડિઝાઈન જેવા જટિલ વિષયોના એક્સપર્ટ છે. તેમણે IIT મદ્રાસમાંથી જ MS અને PhD પૂર્ણ કર્યું છે. 2001 માં ફેકલ્ટી તરીકે જોડાયા બાદ, જાન્યુઆરી 2022 થી તેઓ ડાયરેક્ટર પદ સંભાળી રહ્યા છે.

5. અનીતા કરવાલ - ગુજરાત કેડરના IAS અધિકારી

આ ટાસ્ક ફોર્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પૂર્વ શિક્ષણ સચિવ અનીતા કરવાલ કરી રહ્યા છે. તેઓ ગુજરાત કેડરના 1988 બેચના અત્યંત અનુભવી IAS અધિકારી છે. અનીતા કરવાલે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહીને શિક્ષણ ક્ષેત્રે મોટી જવાબદારીઓ સંભાળી છે.

6. અમૃત લાલ મીણા - લોજિસ્ટિક્સ નિષ્ણાત

પરીક્ષાના પેપરો અને અન્ય સામગ્રીના સુરક્ષિત પરિવહન માટે લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાને ટાસ્ક ફોર્સમાં જગ્યા આપવામાં આવી છે. પરીક્ષા સામગ્રીનું સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન અને વિતરણ સમયસર અને ગેરરીતિ વિના થાય, તે સુનિશ્ચિત કરવામાં તેમનો અનુભવ ચાવીરૂપ સાબિત થશે.

પીએમ મોદીનો સ્પષ્ટ સંદેશ: ભવિષ્ય સાથે ચેડા કરનારા જેલમાં જશે

પીએમ મોદીએ પોતાના સેલ્ફી વીડિયોમાં દેશના યુવાનોને ખાતરી આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "મિત્રો, ભારત સરકાર આપણા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત અનેક કડક પગલાં લઈ રહી છે. જે પણ લોકોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે, તેઓ આજે જેલમાં સડી રહ્યા છે." સરકારે આ ગેરરીતિના કેસોમાં ઝડપી ન્યાય માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની પણ સ્થાપના કરી છે.

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, "આપણે માત્ર આજનું નહીં, પરંતુ ભવિષ્ય વિશે પણ વિચારવું જ પડશે. આપણી પરીક્ષા લેવાની આખી સિસ્ટમ એકદમ વિશ્વસનીય, પારદર્શક અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ હોવી જોઈએ." આ ટાસ્ક ફોર્સ દ્વારા જે પણ અહેવાલ (રિપોર્ટ) આપવામાં આવશે, તેના આધારે જ આગામી તમામ પરીક્ષાઓની વિશ્વસનીયતા વહેલામાં વહેલી તકે સુનિશ્ચિત કરવામાં આવશે.

Frequently Asked Questions

NEET-UG પેપર લીક વિવાદ બાદ સરકારે NTA માં કયા સુધારા કરવા ટાસ્ક ફોર્સની રચના કરી છે?

આ ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય NTAની પરીક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફારો લાવવા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને પરીક્ષા પ્રણાલીના માળખાકીય સુધારા અંગે સરકારને મહત્વના સૂચનો આપવાનો છે. તેનો ધ્યેય ભવિષ્યની તમામ પરીક્ષાઓને પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે.

NTAની પરીક્ષા વ્યવસ્થામાં સુધારા માટે રચાયેલી હાઈ-પાવર્ડ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે?

આ શક્તિશાળી ટાસ્ક ફોર્સનું નેતૃત્વ (અધ્યક્ષ પદ) ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને વિશ્વ વિખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીને સોંપવામાં આવ્યું છે. તેઓ દેશના આધાર કાર્ડ જેવા મહત્વકાંક્ષી આઈડેન્ટિટી પ્રોજેક્ટ માટે જાણીતા છે.

NTA ટાસ્ક ફોર્સમાં ગુજરાતમાંથી કયા અનુભવી અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે?

આ ટાસ્ક ફોર્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ પૂર્વ શિક્ષણ સચિવ અને 1988 બેચના અત્યંત અનુભવી IAS અધિકારી અનીતા કરવાલ કરી રહ્યા છે. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયમાં ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહીને શિક્ષણ ક્ષેત્રે મોટી જવાબદારીઓ સંભાળી છે.

પેપર લીક જેવી ગેરરીતિઓ રોકવા માટે ટાસ્ક ફોર્સમાં કયા પ્રકારના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે?

ટાસ્ક ફોર્સમાં ટેકનોલોજી, અવકાશ સંશોધન, ઈન્ટેલિજન્સ અને સુરક્ષા, કોમ્પ્યુટર સાયન્સ, શિક્ષણ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિષ્ણાતો પરીક્ષા સિસ્ટમને ફૂલપ્રૂફ બનાવવામાં મદદ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget