શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા....’ના ફેન્સે નવા દયાબેન માટે જોવી પડશે રાહ, કારણ જાણીને ચોંકી જશો
પહેલા એવા સમાચાર હતા કે દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે આ વાત અફવા સાબિત થઈ. દિશા વાકાણી શોમાં પરત ફરવાના મૂડમાં નથી.
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. શોને 28 જુલાઈના રોજ 11 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. જેઠાલાલથી લઈને પોપટલાલ સુધી શોના દરેક કેરેક્ટર યૂનિક છે. વિતેલા દિવસોમાં અહેવાલ આવ્યા હતા કે શોમાં દયાબેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી હવે શોમાં વાપસી નહીં કરે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી શોમાં નથી જોવા મળી.
પહેલા એવા સમાચાર હતા કે દિશા વાકાણી ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરશે. જો કે આ વાત અફવા સાબિત થઈ. દિશા વાકાણી શોમાં પરત ફરવાના મૂડમાં નથી. ત્યારે હવે દિશા બાદ આ યૂનિક અને પોપ્યુલર રોલ કોણ કરશે તેને લઈને ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન શોના ફેન્સને નિરાશ કરી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ફેન્સને દયાભાભી માટે હજુ વધારે રાહ જોવી પડશે. વાત એમ છે કે શોના મેકર્સ જ દયાબેનને લાવવાની ઉતાવળમાં નથી.
એક રિપોર્ટ પ્રમાણે શોના મેકર્સે હાલ પૂરતું દયાબેનના રોલને હોલ્ડ પર રાખ્યો છે. મેકર્સ દયાબેનના રોલ માટે કોઈને કાસ્ટ કરવાની ઉતાવળમાં બિલકુલ નથી. તે દયાબેન માટે એવા એક્ટ્રેસની શોધમાં છે જે રોલને એકદમ પરફેક્શન સાથે પ્લે કરી શકે.
પહેલા એવા ન્યૂઝ વહેતા થયા હતા કે શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ દયાબેનના રોલ માટે ‘પાપડ પોળ’ ફેમ એક્ટ્રેસ અમી ત્રિવેદીને અપ્રોચ કરી છે. પરંતુ જ્યારે આ વિશે અમિ ત્રિવેદીને પૂછવામાં આવ્યું તો તેણે આ વાત ફગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
અમદાવાદ
Advertisement