શોધખોળ કરો
‘તારક મેહતા કા ઉલ્ટા....’ના એક્ટરની 2 વર્ષની દીકરીનું થયું મોત, રમકડાએ લીધો જીવ
રિપોર્ટ્સ પ્રમાણે પ્રતીશની દીકરી રમકડાં સાથે રમી રહી હતી. તે સમયે રમતા-રમતા તે રમકડું ગળી ગઈ હતી.
નવી દિલ્હીઃ જાણીતા ટીવી એક્ટર પ્રતીશ વોરાની સાથે હાલમાં જ એક મોટી દુર્ઘટના ઘટી છે. ત્યાર બાદ તેના સમગ્ર પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. બુધવારે એક દુર્ઘટનામાં પ્રતીશ વોરાની 2 વર્ષની દીકરીનું મૃત્યું થયું છે. દીકરીના નિધનની જાણકારી ખુદ પ્રતીશે સોશિયલ મીડિયા પર આપી છે. આ અહેવાલ બાદ સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રીઝ શોકમાં છે.
રિપોર્ટ્સ પ્રમાણે પ્રતીશની દીકરી રમકડાં સાથે રમી રહી હતી. તે સમયે રમતા-રમતા તે રમકડું ગળી ગઈ હતી. જે બાદ ફટાફટ બાળકીના મોંમાંથી રમકડું કાઢવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ બાળકીને બચાવી શકાય નહીં.
એક એન્ટરટેનમેન્ટ ચેનલ સાથે વાત કરતા પ્રતીશ વોરાએ કહ્યું કે, ‘આ ઘટના બુધવારે બની હતી. તે જ્યારે રમકડાથી રમી રહી હતી તે સમયે ભૂલમાંથી તે ગળી ગઈ હતી. મહેરબાની કરીને તમે તેના માટે પ્રાર્થના કરો’. સીરિયલ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, પ્રતીશ બીજા દિવસે દીકરીના મૃતદેહને લઈને રાજકોટ જતા રહ્યા હતા. જ્યાં તેની અંતિમ ક્રિયા કરાઈ હતી.
પ્રતીશ ‘પ્યાર કે પાપડ’ સીરિયલ ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’માં પણ જોવા મળી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement