શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા....’ શોની ‘દયાબેન’ બી ગ્રેડ ફિલ્મોમાં કરી ચૂકી છે કા, એક એપિસોડ માટે લે છે આટલી ફી
દિશા વાકાણીએ વર્ષ 2008માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળ્યું અને તે રાતોરાત હિટ થઈ ગઈ.
મુંબઈઃ વાત નાના પડદાની હોય કે મોટા પડદાની હોય, બન્ને જગ્યાએ પોતાનું સ્થાન બનાવા અને પોતાના સપના પૂરા કરવા માટે સખત મેહનત કરવી પડતી હોય છે. અભિનયની દુનિયામાં ધ્યેય સુધી પહોંચવા માટે અગણીત લોકો મુંબઈમાં આવે છે પરંતુ શું બધા લોકો સફળ થાય છે?
એક્ટિંગની દુનિયામાં માત્ર ટેલેન્ટ અને નસીબ જ પૂરતા નથી. અહીં ઘણી વખત ટેલેન્ટ હોવા છતાં લોકોએ એવા નાના પ્રોજેક્ટ્સ અને કેટલાક એવા ન મગતા પ્રોજેક્ટ્સ પર કામ કરવું પડતું હોય છે જે કરવા વિશે તેમણે ક્યારે વિચાર્યું ન હોય.
દિશા વાકાણીએ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં રોલ મેળવતા પહેલા ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું સ્થાન બનાવા માટે ઘણી સ્ટ્રગલ કરી. પોતાના સ્ટ્રગલિંગના દીવસોમાં તેણે બી-ગ્રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. વર્ષ 1997માં આવેલ ફિલ્મ ‘કમસિનઃ ધ અનટચ્ડ’માં દિશાએ બોલ્ડ સીન પણ આપ્યા હતા.
દિશા વાકાણીને વર્ષ 2008માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળ્યું અને તે રાતોરાત હિટ થઈ ગઈ. સૂત્રો અનુસાર દિશા વાકાણી ટીવી શો તારક મેહતા....માટે 1.50 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ ફી લેતી હતી. દિશાની નેટવર્ષ 37 કરોડ રૂપિયા છે. દિશાએ તારક મેહતા....માં રોલ મળતા પહેલા ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માથી ઘરઘરમાં જાણીતી દયાબેન એટલે દિશા વાકાણીનો જન્મ 17 ઓગસ્ટ 1978ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ગુજરાતી થિયેટરથી કરી હતી. ભલે હાલમાં તે સીરિયલથી દૂર હોય પણ આજે પણ તેના ફેન્સને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર વાપસી કરશે.
દિશા વાકાણીએ વર્ષ 2008માં તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ મળ્યું અને તે રાતોરાત હિટ થઈ ગઈ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion