ડો. મુફીએ તેમને પેડિંગનો ઉપયોગ કરીને કેમેરા ફેસ કરવાની સલાહ આપી, પરંતુ તેઓ આ માટે પણ રાજી નહોતા. આ બાદ તેમનું વજન લગભગ 20 કિલો વધી ગયુ. તેઓ 160 કિલોના થઈ ગયા હતા. તેમ છતાં સર્જરી નહોતી કરાવવી. જો તેમણે સર્જરી કરાવી લીધી હોત તો ડો. હાથી આજે જીવતા હોત.
2/5
ડો. મુફીએ જણાવ્યું કે કેટલાક દિવસો બાદ તેઓ સાજા થઈ ગયા અને તેમણે 140 કિલો વજન થઈ ગયું. આ બાદ તેમને બીજી બેરિએટ્રિક સર્જરીની સલાઈ અપાઈ, પરંતુ તેઓ રાજી નહોતા. આ સર્જરીથી તેમનું વજન 90 કિલો ઘટી શક્યું હોત. કવિ કુમારને લાગ્યું તેઓ ફરીથી બેરોજગાર બની જશે.
3/5
ડો. મુફીએ જણાવ્યું કે, 8 વર્ષ પહેલા કવિ કુમાર તેમની પાસે એકદમ મૃત સ્થિતિમાં આવ્યા હતા. તેમણે ડો. હાથીને બેરિએટ્રિક સર્જરી કરાવવાની સલાહ પણ આપી હતી. પરંતુ કામ ન કરવાના ડરથી તેઓ આમ સર્જરી નહોતા કરાવતા. તે સમયે કવિ કુમારનું વજન 265 કિલો હતું. આ વજન સાથે તેઓ ચાલી પણ નહોતા શકતા. તેમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા પડ્યા. વેન્ટિલેટર વિના તેઓ શ્વાસ પણ નહોતા લઈ શકતા.
4/5
ડો. હાથીની 8 વર્ષ પહેલા બેરિએટ્રિક સર્જરી કરનારા ડો. મુફી લાકડવાલાએ એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું કે, ડો. હાથી આ કારણે વજન નહોતા ઘટાડવા ઈચ્છતા, કારણ કે તેમને લાગતું હતું કે પછી કામ નહીં મળે.
5/5
નવી દિલ્હીઃ ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવનાર કવિ કુમાર આઝાદનું સોમવારે નિધન થવાથી ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. આઝાદનું મોત હાર્ત એકેટને કારણે થયું. પરંતુ માટે તેની ખરાબ જીવનશૈલી અને ખૂબ વધારે વજનને પણ કારણ માનવામાં આવ્યું છે.