જો કે, મુનમુન દત્તાએ ચાહકોની સલાહ હળવાશ લીધી હતી અને જવાબ આપ્યો હતો કે. તેમની સલાહ તેમની પાસે જ રાખે, જેથી તેમને મદદ મળે.
2/5
જ્યારે અન્ય યૂઝર્સે જવાબ આપતા લખ્યું કે, તમે કેમેરા કે લેન્સ એમેઝોન પરથી ના ખરીદો, જો તમને અરજીનલ પ્રોડક્ટ અને સારી ક્વૉલિટીવાળી જોઈએ છે તો ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી ખરીદો. ત્યાં 20 ટકા ડિસ્કાઉન્ટ આપે છે.
3/5
મુંબઈ: ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેત કા ઉલ્ટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાએ ચાહકોને એક રસપ્રદ સવાલ પૂછ્યો હતો. અને ચાહકોએ પણ તેને રમૂજ પ્રતિસાદ આપ્યો હતો. બબીતાજીએ ટ્વિટ પર ચાહકોને પૂછ્યું કે, શું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ઓનલાઈન ખરીદવા માટે સલામત છે? તેણે આ પહેલા ક્યારેય ખરીદી નથી કરી. તેના પર ચાહકોએ રમૂજ જવાબ આપ્યા હતા.
4/5
મુનમુન દત્તાના આ ટ્વિટ પર ચાહકોએ રમૂજ રિપ્લાય આપતા એક ચાહકે લખ્યું કે, ‘તમે એમેઝોન પરથી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ ખરીદશો તો જેઠાજીને ખોટું લાગશે, તમે માત્ર ગડા ઇલેક્ટ્રોનિક્સમાંથી જ ખરીદો.’
5/5
મુનમુન દત્તાએ ટ્વિટ કરી કે, કોઈએ ક્યારેય એમઝોન કે અન્ય કોઈ ઓનલાઇન પોર્ટલ પરથી કેમેરા-લેન્સ અથવા કોઈ અન્ય ઉપકરણો ખરીદ્યા છે? શું તે સલામત છે? શું તમને ખરાબ અનુભવ થયો છે, કૃપયા તમારો અનુભવ શેર કરશો. મને મદદ મળશે.