શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા કા...' ટીમના સદસ્યનું થયું નિધન, એક દિવસ માટે શૂટિંગ કરાયું કેન્સલ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું આજે એક દિવસ માટે શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે.
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરીયલ ખુબ જ લોકપ્રિય છે. હાલ તારક મહેતા ટીમના સદસ્યો ઉદાસ છે. કારણ કે આ શો સાથે છેલ્લા 12 વર્ષથી સંકળાયેલા મેકઅપ આર્ટીસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. આ માહિતી મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી છે.
તારકા મહેકા કા ઉલ્ટા ચશ્માના મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. આનંદના મોતના સમાચાર સાંભળી સમગ્ર ટીમ હેરાન છે. આનંદ છેલ્લા 10 દિવસથી બીમાર હતા. 8 ફેબ્રુઆરીએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આનંદ પરમાર છેલ્લા 12 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં'ની ટીમ સાથે જોડાયેલા હતા. આનંદ શોના દરેક એક્ટરનો મેકઅપ કરે છે. શોની ટીમ તેમની સાથે ખુબ લાગણીથી જોડાયેલી હતી. જેથી મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારના નિધનના સમાચાર સાંભળી ટીમના તમામ સભ્યો હેરાન છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું આજે એક દિવસ માટે શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
સુરત
Advertisement