કવિ કુમાર આઝાદના નિધનથી સમગ્ર ટીમ શોકમાં ગરકાવ છે અને ધીરે ધીરે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યાં છે. પ્રોડ્યૂસર્સે જણાવ્યું હતું કે કવિ કુમાર એવા એક્ટર્સમાંથી હતાં. જેમને તેનું કામ ખૂબ જ પસંદ હતું. તબીયત ખરાબ હોય તો પણ તેઓ શૂટિંગમાં આવતાં હતાં.
2/5
સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે એવું બની શકે છે કે એક્ટર નિર્મલ સોની હવેથી ડો. હાથીનો રોલ કરે. કારણકે કવિ કુમાર પહેલા ડો. હાથીનો રોલ નિર્મલ સોની જ કરતાં હતાં. 2009માં કવિ કુમારે નિર્મલ સોનીને રિપ્લેસ કર્યાં હતાં. નિર્મલ સોની ‘તેરા મેરા સાથ રહે’ અને ‘હોસ્ટેલ’ જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળ્યો હતો.
3/5
આ જ કારણોસર અસિત મોદી પણ ડો. હાથીનો રોલ કરી શકે તેવા એક્ટરની શોધમાં છે. તેમણે કહ્યું કે જેવો જ ડો. હાથીના રોલ માટે નવો ચહેરો મળી જશે કે તેઓ તરત તેની જાહેરાત કરશે. જોકે, શો સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ડો. હાથીના કેરેક્ટર માટે એક્ટર મળી ગયો છે.
4/5
એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર તારક મહેતાના શો માટે નવા ડો. હાથી મળી ગયાં છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ ડો. હાથીના કેરેક્ટરને શોમાં ચાલુ રાખવા માંગે છે. સૂત્રોએ એ પણ જણાવ્યું કે ડો. હાથી આ શોમાં પોપ્યુલર કેરેક્ટર હતાં. કવિ કુમાર જેવો કલાકાર શોધવો મુશ્કેલ છે.
5/5
નવી દિલ્હીઃ ડો. હાથીની ભૂમિકા ભજવનાર એક્ટર કવિ કુમાર આઝાદના નિધનથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સને મોટો ફટકો પડ્યો છે. ડો. હાથીની ભૂમિકાની પોપ્યુલારિટીને જોતા શો મેકર્સ આ ભૂમિકાને ચાલુ રાખવા માગે છે અને તેમણે તેનું રિપ્લેસમેન્ટ પણ મળી ગયું છે.