નિમરત અને શાસ્ત્રીની ઉંમર વચ્ચે 20 વર્ષનો તફાવત છે. નિમરત બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જોકે, હાલ તે કોઈ ફિલ્મોમાં કામ કરતી નથી. વર્ષ 2013માં ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘ધ લંચબોક્સ’થી તે ચર્ચમાં આવી હતી.
2/4
રિપોર્ટ મુજબ, શાસ્ત્રી અને નિમરત છેલ્લા બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમની પ્રથમ મુલાકાત 2015માં જર્મનીની કાર કંપનીની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન થઈ હતી. હાલ આ જોડીની મિત્રતા પ્રેમમાં પરિણમી છે.
3/4
શાસ્ત્રી હાલ 56 વર્ષનો છે. 1990માં તેણે રિતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. રવિને એક દીકરી પણ છે. રવિ શાસ્ત્રીનું નામ આ પહેલા અમૃતા સિંહ સાથે પણ જોડાઈ ચુક્યું છે. 80ના દાયકામાં રવિએ તેની સાથે ડેટ કરી હોવાનું માનવામાં આવે છે.
4/4
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા બાદ હવે વધુ એક જોડી વચ્ચે અફેરની ચર્ચા થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી એક્ટ્રેસ નિમરત કૌર સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલ છે.