શોધખોળ કરો

ટીવી એક્ટર Siddhant Suryavanshiનું હાર્ટ અટેકથી નિધન, જિમમાં વર્કઆઉટ કરતા સમયે બગડી તબિયત

ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક અભિનેતાને હાર્ટ અટેક આવ્યો હોવાના સમાચાર છે.

Siddhant Suryavanshi Heart Attack: ટીવી ઈન્ડસ્ટ્રીના વધુ એક અભિનેતાને હાર્ટ અટેક આવ્યો હોવાના સમાચાર છે. અભિનેતા સિદ્ધાંત સૂર્યવંશીનું હાર્ટ એટેકથી નિધન થયું છે, તેઓ 46 વર્ષના હતા. જિમમાં વર્કઆઉટ દરમિયાન અભિનેતાને હાર્ટ અટેક આવ્યો હતો. સિદ્ધાર્થ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો ત્યારે તે અચાનક પડી ગયો હતો. અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સિદ્ધાંત ટીવીનો લોકપ્રિય અભિનેતા રહી ચૂક્યો છે. આ દિવસોમાં તે દંગલ ચેનલ પર ટીવી શો 'કંટ્રોલ રૂમ'માં જોવા મળી રહ્યો હતો. અગાઉ, અભિનેતાએ ઘણા હિટ શોમાં કામ કર્યું હતું. સિદ્ધાંત 'કુસુમ', 'રિશ્તો મેં કટ્ટી બટ્ટી', 'મમતા', 'ઝિદ્દી દિલ' જેવા ઘણા શોમાં જોવા મળ્યો હતો.

અંગત જીવનની વાત કરીએ તો સિદ્ધાંતના પરિવારમાં તેના બે બાળકો અને પત્ની અલીશા રાઉત છે. તેમણે બે વાર લગ્ન કર્યા હતા તેમની પ્રથમ પત્નીથી છૂટાછેડા પછી સિદ્ધાંતે સુપર મોડલ અલીશા સાથે લગ્ન કર્યા હતા.

તાજેતરમાં અભિનેતાએ તેનું નામ આનંદ વીર સૂર્યવંશીથી બદલીને સિદ્ધાંત સૂર્યવંશી રાખ્યું છે. અભિનેતાના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઉલ્લેખનીય છે તે તાજેતરમાં જ  નાના પડદાના સ્ટાર ટીવી એક્ટર દિપેશ ભાનનું પણ હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પણ જીમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેકને કારણે અકાળે દુનિયાને અલવિદા કહી દીધું.

સિદ્ધાંત વીર સૂર્યવંશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડેલ તરીકે કરી હતી. તેઓ આનંદ સૂર્યવંશી તરીકે પણ જાણીતા હતા. તેમણે ટીવી સિરિયલ 'કુસુમ'થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સિદ્ધાંત વીર સૂર્યવંશીએ ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. 'કસૌટી ઝિંદગી કી', 'કૃષ્ણ અર્જુન', 'ક્યા દિલ મેં હૈ'થી સિદ્ધાંત વીર સૂર્યવંશીએ લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમના છેલ્લા પ્રોજેક્ટ્સ ટીવી શો 'ક્યૂં રિશ્તો મેં કટ્ટી બટ્ટી' અને 'ઝિદ્દી દિલ' હતા.

સિદ્ધાંત વીરનો ફોટો શેર કરતા જય ભાનુશાલીએ લખ્યું હતું કે  'ભાઈ, તમે બહુ જલ્દી જતા રહ્યા.' મીડિયા સાથેની વાતચીતમાં જય ભાનુશાળીએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે મને આ સમાચાર એક કોમન ફ્રેન્ડ પાસેથી મળ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું નિધન થયુ હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget