ફિલ્મના બિઝી શિડ્યૂલના કારણે પરેશાન છે આ હૉટ એક્ટ્રેસ, કારમાં બદલવા પડ્યા કપડાં, જુઓ તવસીરો
ફિલ્મ રુહીની વાત કરીએ તો આ એક હૉરર કૉમેડી ફિલ્મ છે, જેમાં જ્હાન્વી જબલ રૉલમાં દેખાશે. તેનો એક અવતાર ચૂડેલ રુહીનો હશે, અને બીજા અવતાર અફજાનો હશે. ફિલ્મ ડાયરેક્ટર હાર્દિક મહેતા છે. આમાં જ્હાન્વી ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્મા દેખાશે.
મુંબઇઃ જ્હાન્વી કપૂરની આગામી ફિલ્મ રુહી 11 માર્ચે રિલીઝ થઇ રહી છે. જ્હાન્વી ફિલ્મના બેક ટૂ બેક પ્રમૉશનમાં બિઝી છે. આ બધાની વચ્ચે તે કેટલાય શહેરોમાં પ્રવાસ કરી રહી છે. તાજેતરમાંજ પ્રમૉશનમાં વ્યસ્ત જ્હાન્વીએ સોશ્યલ મીડિયા પર પોતાની બિઝી લાઇફની ઝલક બતાવી. તેને પોતાની કેટલીક તસવીરો શેર કરીને બતાવ્યુ કે તેનો રિલેક્સ ડે કઇ રીતે થાય છે.
પહેલી બે તસવીરોમાં જ્હાન્વી સ્ટ્રેપલેસ ટૉપ અને મિમી સ્કર્ટમાં પૉઝ આપતી દેખાઇ રહી છે, તો અન્ય બીજી તસવીરોમાં તે કારમાં ડ્રેસ ચેન્જ કરતી પોતાની જીન્સ પહેરતી દેખાઇ રહી છે. કેમકે તેને એરપોર્ટથી સીધી ફ્લાઇટ પકવાની હતી. આ પછી ચોથી તસવીરમાં જ્હાન્વી રિલેક્સ થઇને ફ્લાઇટમાં બેસતી દેખાઇ રહી છે.
ફિલ્મ રુહીની વાત કરીએ તો આ એક હૉરર કૉમેડી ફિલ્મ છે, જેમાં જ્હાન્વી જબલ રૉલમાં દેખાશે. તેનો એક અવતાર ચૂડેલ રુહીનો હશે, અને બીજા અવતાર અફજાનો હશે. ફિલ્મ ડાયરેક્ટર હાર્દિક મહેતા છે. આમાં જ્હાન્વી ઉપરાંત રાજકુમાર રાવ અને વરુણ શર્મા દેખાશે.
રુહી પહેલા જ્હાન્વી ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં દેખાઇ હતી. જેમાં તેના કામને પ્રસંશા મળી હતી. જ્હાન્વીએ 2018માં આવેલી ધડક ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.