કંગનાના શૉમાં ટ્વીસ્ટ, હવે Lock Uppમાં એન્ટ્રી લેશે બૉલ્ડ એક્ટ્રેસ, જાણો
આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર લૉકઅપનો (Lock Upp New Promo) એક નવો પ્રૉમો રિલીઝ કરવામાં આવ્યો છે. જે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે.
Kangana Ranaut Lock Upp: કંગના રનૌત (Kangana Ranaut) ના રિયાલિટી શૉ લૉકઅપ (Lock Upp) ધીમે ધીમે આગળ વધી રહ્યો છે, અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે. આ શૉનો હવે ફિનાલે જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ શૉમાં ટ્વીસ્ટ આવવા લાગ્યા છે. પૂનમ પાંડે (Poonam Pandey)નુ થોડાક દિવસ પહેલા જ પત્તુ કપાઇ ગયુ છે, અને હવે દરેક એ જાણવા માંગે છે કે કયા કન્ટેસ્ટન્ટને કંગના વિજેતાની ટ્રૉફી પકડાવવાની છે.
આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા પર લૉકઅપનો (Lock Upp New Promo) એક નવો પ્રૉમો રિલીઝ કરવામાં આવ્યો છે. જે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash)આ પ્રૉમોમાં દેખાઇ રહી છે. ખરેખરમાં પ્રૉમો દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે લૉકઅપની વૉર્ડન કોઇ બીજુ નહીં પરંતુ તેજસ્વી પ્રકાશ (Tejasswi Prakash) જ હશે.
લૉકઅપમાં આવવાનુ છે ટ્વીસ્ટ -
હવે આ પ્રૉમો (Lock Upp Promo)ને જોયા બાદ ફેન્સ શૉમાં આવનારા નવા ટ્વીસ્ટને લઇને ખુબ બેતાબ છે. પ્રૉમોમાં જોવા મળી રહ્યું છે કે એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ એકદમ સ્ટાઇલિશ અંદાજમાં લૉકઅપમાં એન્ટ્રી કરી રહી છે. ત્યારબાદ તે શૉમાં રહેલા કન્ટેસ્ટન્ટને એક એક કરીને નામ લે છે, છેવટે તેજસ્વી પણ એ કહેતા સંભળાઇ રહી છે કે અંતે કોના પર થવાનો છે ઝેરીલો ઘા ? હવે આ પ્રૉમો દ્વારા તો સ્પષ્ટ થઇ ગયુ છે કે તેજસ્વી પ્રકાશની એન્ટ્રીની સાથે જ શૉમાં કોઇને કોઇ એલિમિનેશન જરૂર થવાનુ છે.
View this post on Instagram
---
આ પણ વાંચો............
Astrology: નિ:સંતાન દંપતિએ આ બંને ગ્રહોને ખુશ કરવા જરૂરી, આ ઉપાયથી મેળવી શકે છે સંતાન સુખ
Weight Loss Tips: વજન ઘટાડવાનો ચોક્કસ આયુર્વેદિક ઉપાય, અસર તરત જ દેખાશે
Guruvar Vrat: ગુરૂવાર વ્રત રાખતી વખતે રહો સાવધાન, ભૂલેને પણ ન કરો આ કામ,નહિ તો બગડી શકે છે બધો જ ખેલ
Primary Symptoms Of Heart Attack: હાર્ટ અટેકના એક મહિના પહેલા જ શરીરમાં દેખાય છે આ લક્ષણો
Coronavirus Cases Today: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાયા, 55 લોકોના મોત
Health Tips:શું આપ પણ ખાલી પેટ ચા પીવો છો? તો આ આદતના નુકસાન પણ જાણી લો