શોધખોળ કરો
Advertisement
બંગાળી એક્ટર, બંગાળી એક્ટ્રેસ, 10 લાખ રૂપિયાની છેતરપિંડી, અભિનેત્રીની છેતરપિંડી
પોલીસ ફરિયાદ અનુસાર, એક્ટર સુપ્રભાત સરકારે જણાવ્યુ કે, તેને ટીવી એક્ટ્રેસ ટીટાસ ઘોષ અને બીજો માણસ જે સુજોય ભૂનિયા નામે જાણીતો છે તેમને ટીવી સીરિયલો અને મૂવીમાં કામ અપાવવાની લાલચ આપીને 10 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. પોલીસે એક્ટ્રેસ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે
કોલકત્તાઃ એક એક્ટ્રેસે એક ટીવી એક્ટર સાથે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે, પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે એક્ટરે પોલીસ ફરિયાદ કરી દીધી છે. ખરેખરમાં એક્ટ્રેસે એક્ટરને ટીવી સીરિયલ અને મૂવીમાં કામ અપાવવાને લઇને આ મોટી છેતરપિંડી કરી હતી.
સુપ્રભાત સરકાર નામના બંગાળી એક્ટરે પશ્ચિમ બંગાળના નાડિયા જિલ્લાના કલ્યાણીના ચારુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. પોલીસ ફરિયાદ અનુસાર, એક્ટર સુપ્રભાત સરકારે જણાવ્યુ કે, તેને ટીવી એક્ટ્રેસ ટીટાસ ઘોષ અને બીજો માણસ જે સુજોય ભૂનિયા નામે જાણીતો છે તેમને ટીવી સીરિયલો અને મૂવીમાં કામ અપાવવાની લાલચ આપીને 10 લાખ રૂપિયાની ઠગાઇ કરી છે. પોલીસે એક્ટ્રેસ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે.
આ ઉપરાંત એક્ટ્રેસ પર નાડિયા જિલ્લાના બીજા 17 જેટલા લોકો પાસેથી 23 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનો પણ આરોપ લાગ્યો છે.
સરકારે ફરિયાદમાં જણાવ્યુ છે કે, અભિનેત્રીએ મારી સાથે અનેકવાર મીટિંગ કરી, તેને મને બંગાળી ફિલ્મોમાં કેટલાક રૉલ કરવાની ઓફર આપી, અભિનેત્રીએ તેને પોતાનો પતિ બનાવવાનુ પણ વચન આપ્યુ હતુ, એક્ટરે આ માટેના અપૉઇન્ટમેન્ટ લેટર્સ પણ બતાવ્યા હતા, જેમાં વિવિધ બંગાળી મનોરંજન ચેનલોના નામ અને ઓફર સામેલ હતી.
પોલીસે ઘોષ અને ભૂનિયા નામના બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે, અને બન્નેની મોડસ ઓપરેન્ડીની પુછપરછ અને તપાસ કરાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement