શોધખોળ કરો

Dilip Joshi : દિલીપ જોશી કેવી રીતે 16 કિલો વજન ઘટાડી રાતોરાત બની ગયા 'જેઠાલાલ'?

હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે, તેમણે રાતો રાત કેવી રીતે એક જ મૂવીમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યુ હતું.

Dilip Joshi On Weight Loss : ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર દિલીપ જોશીએ જેઠાલાલના પાત્રથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. તે છેલ્લા ઘણા સમયથી તેમના શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા તેમના ચાહકોનું મનોરંજન કરી રહ્યાં છે. આ શો પહેલા દિલીપ જોશી પણ ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પરંતુ તેમને ઘર ઘરમાં જાણીતા તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ જ બનાવ્યા છે. હવે અભિનેતાએ એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે કે, તેમણે રાતો રાત કેવી રીતે એક જ મૂવીમાં પોતાના રોલ માટે વજન ઘટાડ્યુ હતું. 

ફિલ્મમાં રોલ માટે વજન ઓછું કરવું પડ્યું હતું

Mashable India સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન દિલીપ જોશીએ કહ્યું હતું કે, મેં એક ગુજરાતી ફિલ્મ કરી હતી. તેનું શીર્ષક 'હું હુંશી હુંશીલાલ' હતું. તે એક ફેસ્ટિવલ ટાઇપની ફિલ્મ હતી, જેમાં 35-36 ગીતો હતા. તે રાજકીય વ્યંગ્ય પ્રકારની ફિલ્મ હતી. ફિલ્મના રોલ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું હતું.

આ રીતે દિલીપ જોશીએ પોતાનું વજન ઘટાડ્યું

દિલીપ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, તે સમયે હું નોકરી કરતો હતો અને ફિલ્મમાં તેમના રોલની તૈયારી પણ કરતો હતો. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તે દિવસોમાં હું મારું સ્કૂટર પાર્ક કરતો હતો અને પછી સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલ્યા બાદ હું વરસાદમાં મરીન ડ્રાઇવ પરની ઓબેરોય હોટેલ સુધી આખો રસ્તો જોગિંગ કરતો હતો અને ચાલતા ચાલતા જ પાછો જતો હતો. તેમાં 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે મેં દોઢ મહિનામાં જ મારું 16 કિલો વજન ઘટાડ્યું હતું. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે, હળવો વરસાદ પડી રહ્યો હતો,  સૂર્યાસ્ત થઈ રહ્યો હોય અને સુંદર વાદળો, ખૂબ જ અદભુત હતો એ સમય.

દિલીપ જોષી ટ્રાવેલ એજન્સીમાં કરતા હતા કામ 

દિલીપ જોશીએ એ પણ જણાવ્યું હતું કે, એક્ટર બનતા પહેલા પાંચ વર્ષ સુધી ટ્રાવેલ એજન્સીમાં કામ કર્યું હતું. આ કામ તેમણે વર્ષ 1985 થી 1990 દરમિયાન કર્યું હતું. જાહેર છે કે, 'હું હુંશી હુંશીલાલ' એક ગુજરાતી રાજકીય વ્યંગ્ય ફિલ્મ હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી ઉપરાંત રેણુકા શહાણે, મનોજ જોશી અને મોહન ગોખલે જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ

AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર

metaverse

વિડિઓઝ

IND vs AUS| ભારતે 2023 વર્લ્ડકપની હારનો બદલો લીધો, ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યુંGujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch VideoRajkot | આજના રાજકોટ બંધને કોનું કોનું મળ્યું સમર્થન?, જુઓ વીડિયોમાંArvalli Rain | માલપુર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, જુઓ સજ્જનપુરના કેવા થયા હાલ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, જાણો ચોમાસું ક્યા વિસ્તારમાં ભુક્કા બોલાવશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ક્યાં સુધી રહેશે સક્રિય, આ જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
ઓમ બિરલા બનશે NDAના ઉમેદવાર પણ રાહલુ ગાંધીએ રાખી આ શરત, જાણો શું કરી માંગ
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, બાંગ્લાદેશને 8 રને હરાવી સેમિફાઇનલમાં કરી એન્ટ્રી, ઓસ્ટ્રેલિયા બહાર
શું મોદી સરકાર ' INDIA'ની ગુગલીમાં ફસાઈ જશે? લોકસભા સ્પીકરને લઈને મોટી ગેમ રમી

Gujarat Rain Forecast: આજે રાજ્યના આ જિલ્લામાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Heart Attack: હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં એક જ દિવસમાં ત્રણ યુવાનો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા

Actress Marriage: બૉલીવુડની આ હસીના 49 વર્ષની ઉંમરે કરવા માંગે છે લગ્ન, બોલી- હું તૈયાર છું, પણ છોકરો નથી મળતો...

Embed widget