શોધખોળ કરો
Advertisement
દૂરદર્શન પર આવશે શાહરૂખ ખાન, ફૌજી-સર્કસ બાદ હવે આ સીરિયલનું થશે પ્રસારણ
બૉલીવુડના કિંગ ખાન શાહરૂખની ફૌજી અને સર્કસ બાદ વધુ એક સીરિયલ દુસરા કેવલ દૂરદર્શન પર આવી રહી છે
નવી દિલ્હીઃ લૉકડાઉનમાં દૂરદર્શન પર જુની સીરિયલો રી-ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. રામાયણ-મહાભારત ઉપરાંત 90ના દાયકાની આઇકૉનિક સીરિયલોને ફરીથી પ્રસારિત કરાઇ છે. જેને ટીઆરપીમાં પણ દૂરદર્શનને મોટો ફાયદો કરાવ્યો છે, હવે આ કડીમાં વધુ એક સીરિયલ રિ-ટેલિકાસ્ટ થઇ રહી છે.
બૉલીવુડના કિંગ ખાન શાહરૂખની ફૌજી અને સર્કસ બાદ વધુ એક સીરિયલ દુસરા કેવલ દૂરદર્શન પર આવી રહી છે.
શાહરૂખ ખાનની વધુ એક સીરિયલ દૂરદર્શન પર આવવાની છે, આ વાતની જાણકારી ખુદ ચેનલે ટ્વીટ કરી ને આપી છે. દૂરદર્શને ટ્વીટ કરીને લખ્યું- સીરિયલ 'દુસરા કેવલ' ટુંકસમયમાં આવી રહી છે ડીડી રેટ્રૉ પર. આ સીરિયલ દૂરદર્શનની નવી ચેનલ ડીડી રેટ્રૉ પર બતાવવામાં આવશે. જોકે આ સીરિયલનો ટાઇમિંગ હજુ સુધી બતાવવામાં નથી આવ્યો.
નોંધનીય છે કે, આ સીરિયલ 1989માં લૉન્ચ થયો હતો, આમાં શાહરૂખ ઉપરાંત અરુણ બાલી, વિનિતા મલિક, નતાશા રાણા લીડ રૉલમાં હતા. આ સીરિયલમાં શાહરૂખનુ નામ કેવલ હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
દુનિયા
Advertisement