શોધખોળ કરો
Advertisement
કોરોના લોકડાઉનના માહોલમાં દૂરદર્શન ફરીથી પ્રસારિત કરશે મહાભારત-રામાયણ
પ્રસાર ભારતીના શશિ શેખરે ટ્વિટર પર એક યુઝર્સના સવાલના જવાબ આપતા કહ્યું કે, આ શો કર્યા સમયમાં પ્રસારિત કરવામાં આવશે તેનો ટાઇમ સ્લોટ ટૂંક સમયમાં જણાવવામાં આવશે
મુંબઇઃ કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા માટે દેશભરમાં લોકડાઉન જાહેર કરાયું છે. એવામાં લોકો ઘરમાં જ રહીને અલગ અલગ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. મનોરંજન ઇન્ડસ્ટ્રિઝ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. હાલમાં ના કોઇ નવી ફિલ્મ રીલિઝ થઇ રહી છે ના ટીવી શોનું શૂટિંગ થઇ રહ્યું છે. એવામાં તમામ ટીવી ચેનલ્સ પર શો રિપીટ ટેલિકાસ્ટ થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં દૂરદર્શને નિર્ણય લીધો છે કે તે એક સમયના લોકપ્રિય ટીવી શો રામાયણ અને મહાભારતનું રિપીટ ટેલિકાસ્ટ કરશે.
રામાયણ અને મહાભારત દૂરદર્શનનો સૌથી લોકપ્રિય ટીવી શો હતા. આ શોએ જે ઇતિહાસ રચ્યા હતા અને તેમાં કામ કરનારા તમામ સિતારાઓને સારી સફળતા મળી હતી. રિપોર્ટ અનુસાર, પ્રસાર ભારતીના શશિ શેખરે ટ્વિટર પર એક યુઝર્સના સવાલના જવાબ આપતા કહ્યું કે, આ શો કર્યા સમયમાં પ્રસારિત કરવામાં આવશે તેનો ટાઇમ સ્લોટ ટૂંક સમયમાં જણાવવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં જ રામાયણની સ્ટારકાસ્ટ ધ કપિલ શર્મા શો પર પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement