શોધખોળ કરો
કૌન બનેગા કરોડપતિની 12 સિઝનમાં મળશે પહેલો કરોડપતિ, 1 કરોડના સવાલ પર પહોંચી આ મહિલા
છવિ કુમાર એકદમ સારુ રહી છે, અને ખુબ સમજદારીની સાથે ગેમમાં સાચા જવાબો આપીને આગળ વધી રહી છે. તમામ સવાલોના સાચા જવાબ આપતા છવિ કુમાર તે પડાવ પર પણ પહોંચી છે
નવી દિલ્હીઃ ટીવીનો રિયાલિટી શૉ કૌન બનગા કરોડપતિની 12મી સિઝન એકદમ રોમાંચક બની ગઇ છે. એક પછી એક શાનદાર કન્ટેસ્ટન્ટ હૉટ સીટ પર આવી રહ્યાં છે. જોકે હજુ સુધી સિઝનને પોતાનો પહેલો કરોડપતિ નથી મળ્યો. પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે બહુ જલ્દી પહેલો કરોડપતિ મળી શકશે. શૉના આગામી એપિસૉડમાં આ સિઝનનો પહેલો કરોડપતિ મળી શકે છે, નેક્સ્ટ શૉમાં એક વિંગ કમાન્ડરની પત્નિ છવિ કુમાર હૉસ્ટ સીટમાં બેઠેલી દેખાશે.
છવિ કુમાર એકદમ સારુ રહી છે, અને ખુબ સમજદારીની સાથે ગેમમાં સાચા જવાબો આપીને આગળ વધી રહી છે. તમામ સવાલોના સાચા જવાબ આપતા છવિ કુમાર તે પડાવ પર પણ પહોંચી છે, જ્યારે અમિતાભે તેને 1 કરોડ માટે 15મો સવાલ પુછે છે. હૉસ્ટ અમિતાભ બચ્ચન પણ તેની રમતથી ખુબ ઇમ્પ્રેસ થયેલો દેખાઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ એપિસૉડ 28 ઓક્ટોબરે સોની ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં આવવાનો છે. મેકર્સે આ એપિસૉડનો પ્રૉમો રિલીઝ કર્યો છે, જેમાં અમિતાભ બચ્ચન 1 કરોજ માટે 15મો સવાલો પુછતો દેખાઇ રહ્યો છે.
આની સાથે જ રિલીઝ થયેલા પ્રૉમો વીડિયોમાં તમે જોઇ શકો છો કે છવિ કુમાર પોતાની પર્સનલ લાઇફ વિશે પણ વાત કરતી દેખાઇ રહી છે. તે બતાવે છે કે પતિ એરફોર્સમાં વિંગ કમાન્ડર છે. જેમ કે તમે કોઇ ફૌઝી સાથે લગ્ન કરો છો તમે તે એસોશિએશનનો ભાગ બની જાઓ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement