શોધખોળ કરો

Krishna Mukherjee Wedding: બંગાળી લગ્ન પછી સફેદ સાડીમાં પારસી દુલ્હન બની કૃષ્ણા મુખર્જી, ફ્લોન્ટ કર્યું સિંદૂર, જુઓ ફોટા

Krishna Mukherjee Parsi Wedding: 'યે હૈ મોહબ્બતેં' ફેમ અભિનેત્રી કૃષ્ણા મુખર્જીએ ચિરાગ બાટલીવાલા સાથે બંગાળી લગ્ન બાદ પારસી લગ્ન કર્યા હતા, જેની ઝલક સામે આવી છે.

Krishna Mukherjee Wedding:'યે હૈ મોહબ્બતેં'થી ફેમસ થયેલી ટીવી એક્ટ્રેસ કૃષ્ણા મુખર્જીએ તેના બોયફ્રેન્ડ ચિરાગ બાટલીવાલા સાથે લગ્ન કરી લીધા છે. 13 માર્ચ, 2023ના રોજ કૃષ્ણા મુખર્જીએ પહેલા બંગાળી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા અને પછી બંનેએ પારસી રિવાજોથી લગ્ન કર્યા. તેના પારસી લગ્નની તસવીરો સામે આવી છે.

કૃષ્ણા મુખર્જીના પારસી લગ્ન

'નાગિન' અભિનેત્રી કૃષ્ણા મુખર્જીના પતિ ચિરાગ બાટલીવાલા પારસી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેને લીધે બંગાળી લગ્ન પછી તેણે પણ તેના પતિના ધર્મ અનુસાર લગ્ન કર્યા છે. પારસી લગ્નમાં ક્રિષ્ના અને ચિરાગ ખૂબ જ ક્યૂટ લાગતા હતા. ચિરાગે પારસી લુક પસંદ કર્યો. તેણે સફેદ પરંપરાગત પોશાક સાથે પારસી ટોપી પણ પહેરી હતી. જ્યારે ક્રિષ્ના મુખર્જીએ સફેદ સાડી પહેરી હતી, જેને તેણે સીધા પલ્લુથી લપેટી હતી અને તેને સ્ટ્રેપી બ્લાઉઝ સાથે કેરી કરી હતી.

View this post on Instagram
 
A post shared by GUPSHUP24X7 (@gupshup24x7)

કૃષ્ણા મુખર્જીનો પારસી લુક

અભિનેત્રીએ ફક્ત ગળામાં એક નેકલેશ પહેર્યો હતો અને પોતાનો લુક સિમ્પલ રાખ્યો હતો અને માંગમાં સિંદૂર અને બંગડીઓ પહેરી હતી. સાથે જ તેણે હળવો મેકઅપ કર્યો હતો. તે તેના પારસી બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીના પારસી લગ્નના ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. એક વીડિયોમાં અભિનેત્રી તેના પતિ ચિરાગ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી હતી. બ્રાઈડલ એન્ટ્રી દરમિયાન પણ તે તેના પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.

View this post on Instagram
 
A post shared by naagin addicted🐍❤ (@_naagin_addicted_)

કૃષ્ણા મુખર્જીનો બંગાળી લુક

કૃષ્ણા મુખર્જી તેના બંગાળી લગ્નમાં ખૂબ જ પરંપરાગત પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી . તેણે જાડી લાલ બોર્ડર સાથે સફેદ લહેંગો પહેર્યો હતો. અભિનેત્રીએ તેને લાલ બ્લાઉઝ અને લાલ બોર્ડરવાળા સફેદ બ્લાઉઝ સાથે કેરી કર્યો હતો. અભિનેત્રીએ ડબલ મોતીનો હાર પહેર્યો હતો. માથા પેટી અને ઇયરિંગ્સ સાથે દેખાવ પૂર્ણ કર્યો હતો. ઓવરઓલ બ્રાઈડલ લૂકમાં કૃષ્ણાની સુંદરતા જોવા લાયક હતી. ચિરાગ પણ બંગાળી લુકમાં હતો.

ટોપ સ્ટોરી

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget