Nora Fatehi ને બાળપણમાં Hrithik Roshan પર ક્રશ હતો, 10 થી વધુ વખત જોઈ હતી Kangana Ranaut ની આ ફિલ્મ
બોલીવૂડમાં પોતાના દમ પર તેણે અલગ ઓળખ બનાવી છે. પરંતુ નોરા ફતેહી બાળપણથી જ બોલીવૂડ પ્રેમી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં નોરાએ જણાવ્યું કે તે બાળપણમાં બોલીવૂડને પસંદ કરતી હતી અને બાળપણમાં ઋતિક રોશન (Hrithik Roshan) પર ક્રશ હતો.
નોરા ફતેહી (Nora Fatehi) આજે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતુ નામ છે. બોલીવૂડમાં પોતાના દમ પર તેણે અલગ ઓળખ બનાવી છે. પરંતુ નોરા ફતેહી બાળપણથી જ બોલીવૂડ પ્રેમી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં નોરાએ જણાવ્યું કે તે બાળપણમાં બોલીવૂડને પસંદ કરતી હતી અને બાળપણમાં ઋતિક રોશન (Hrithik Roshan) પર ક્રશ હતો.
ઋતિક રોશનની ફેન છે નોરા ફતેહી
નોરા ફતેહીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બાળપણમાં ઋતિક રોશન પર તેને ક્રશ હતો અને તે તેની ફેન હતી ખાસ કરીને તેના ડાન્સની. નોરા આજે પણ ઈચ્છે છે કે તે ઋતિક રોશન સાથે કામ કરે પરંતુ હજુ સુધી તેને આ તક નથી મળી. શું તમે જાણો છો કે નોરા ફતેહીએ કંગના રનૌતની સુપરહિટ ફિલ્મ ક્વિનને 10થી વધારે વખત જોઈ છે. નોરાએ આ ફિલ્મને એટલી બધી પસંદ કરી કે આ ફિલ્મને તેણે 10થી વધુ વખત જોઈ છે.
આજે બોલીવૂડ બની ગયું છે નોરા ફતેહીનું ફેન
આજે બોલીવૂડ નોરા ફતેહીનું ફેન બન્યું છે. 2018માં રીલીઝ દિલબર સોંગ બાદ નોરાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. તે સતત કામ કરી રહી છે. બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક શાનદાર ડાન્સર તરીકે નોરાએ ઓળખ બનાવી લીધી છે. આજે તેનો ડાન્સ જોઈ મોટા મોટા સેલેબ્સમાં અચંબીત થઈ જાય છે. નોરાનું કોઈપણ ગીત રીલીઝ થાય તે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
ભુજમાં એક્શન કરતી જોવા મળશે અભિનેત્રી
ડાન્સર તરીકે પોતાની ઓળખ બનાવ્યા બાદ નોરા ફતેહી એક્ટિંગમાં પણ કમાલ કરવા ઈચ્છે છે. હવે તે ભુજ-ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. જેમાં તે એક ભારતીય જાસૂસની ભૂમિકા નિભાવી રહી છે. આ રોલની ડિમાન્ડ છે શાનદાર એક્શન અને નોરાએ તેના માટે ખૂબ જ મહેનત કરી છે. નોરા ફતેહી આજે બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જાણીતુ નામ છે. બોલીવૂડમાં પોતાના દમ પર તેણે અલગ ઓળખ મેળવી છે.