ઉર્ફી જાવેદે રણબીરની 'શમશેરા'નુ ખાસ અંદાજમાં કર્યુ પ્રમૉશન, તો વીડિયો થવા લાગ્યો ધડાધડ વાયરલ, જુઓ.....
ઉર્ફી જાવેદનુ ફેન ફેલોઇંગ ખુબ લાંબુ છે, તેનતી એશિયાની સૌથી વધુ સર્ચ થનારી વ્યક્તિમાં પણ ગણતરી થાયછે.
Urfi Javed On Shamshera: સ્ટાઇલિશ એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed)એ ફરી એકવાર પોતાના વીડિયોથી બધાને ચોંકાવી દીધા છે. આ વખતે તેને ફિલ્મ શમશેરાને લઇને પૉસ્ટ કરી છે. ઉર્ફીએ રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનુ જબરદસ્ત અને ખાસ અંદાજમાં પ્રમૉશન કર્યુ છે. જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. ઉર્ફી જાવેદનુ ફેન ફેલોઇંગ ખુબ લાંબુ છે, તેનતી એશિયાની સૌથી વધુ સર્ચ થનારી વ્યક્તિમાં પણ ગણતરી થાયછે.
ઉર્ફી જાવેદએ શમશેરાનુ કર્યુ ખાસ અંદાજમાં પ્રમૉશન -
ઉર્ફી જાવેદે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શરૂઆતમાં બ્લૂ કારમાં ઉતરતી દેખાય છે, જેમાંથી તે બૉસની જેમ ઉતરે છે, અને વ્હાઇટ શૉર્ટ ડ્રેસમાં તે પોતાના લાંબા વાળોને લહેરાવવા લાગે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘શમશેરા’નો ફેમસ ડાયલૉગક ‘જે કહેતો હતો ગુલામી કોઇને સારી નથી હોતી, અને આઝાદી તને કોઇ આપતુ નથી, આઝાદી છીનવી પડે છે.’ વીડિયોમાં ઉર્ફી જાવેદની સ્ટાઇલ તેના ચાહનારાઓના માથા પર ચઢી ગઇ છે. ઉર્ફી જાવેદ આ વીડિયોને શેર કરતા લખ્યું- “શમશેરાની કહાની તમારા હોશ ઉડાવી દેશે.”
View this post on Instagram
રણબીર કપૂરે ડાકુના રોલમાં લોકોના દિલ જીતી લીધા હતા-
જ્યારે રણબીરે ફિલ્મ માટે તેના દેખાવ અને અભિનય પર ઘણું કામ કર્યું છે, ત્યારે વાણીએ તેના પાત્રને મજબૂત બનાવવા માટે કથકની વ્યાવસાયિક તાલીમ પણ લીધી છે. આટલું જ નહીં વાણીને અનોખી રીતે સંવાદો બોલવાની તાલીમ આપવા માટે અવધથી સ્પેશિયલ ટ્રેનરને પણ બોલાવવામાં આવ્યો હતો. સંજય દત્તનો લુક પણ બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, આ 'શમશેરા' કોઈ ડાકુની વાર્તા નથી, પરંતુ એક ડાકુ જનજાતિની વાર્તા છે જેણે 1800 ના દાયકામાં અંગ્રેજોથી તેમના અધિકારો અને સ્વતંત્રતા માટે લડ્યા હતા. આ સાથે, આ ફિલ્મમાં તમને એક ખતરનાક અને દબંગ ડાકુ શમશેરા અને નાચણીયા સોનાની લવ સ્ટોરી પણ જોવા મળશે, જે કેમ્પ સાથે ગામડે ગામડે ફરે છે.
શમશેરા અને સોનાની લવ સ્ટોરી જોવા મળશે -
વાણી કપૂરની વાત કરીએ તો આ ફિલ્મમાં તે ડાન્સરનો રોલ કરી રહી છે. જે ઉપરથી સખત હોય છે અને તેમનું હૃદય અંદરથી સોનાનું હોય છે. આ ફિલ્મમાં તે સોનાના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તમને 'શમશેરા' અને સોનાની લવ સ્ટોરી જોવા મળશે, જેની ઝલક ટ્રેલરમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે રણબીર-વાણી પહેલીવાર ફિલ્મી પડદે સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે.
શમશેરા કાસ્ટ અને રિલીઝ ડેટ -
ફિલ્મનું સમગ્ર શૂટિંગ લદ્દાખમાં કરવામાં આવ્યું છે. કરણ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં વાણી કપૂર, રણબીર કપૂર, સંજય દત્ત ઉપરાંત આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય અને ત્રિધા ચૌધરી પણ જોવા મળશે. શમશેરા 22મી જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.