શોધખોળ કરો

તારક મહેતાના આ કલાકારનું થયું નિધન, પહેલાથી થઇ ગયો હતો મોતનો આભાસ

સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુનીલ હોલકરનું 40 વર્ષની વયે નિધન થયું છે. સુનીલ લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ગોશ્ત એક પૈઠાણીચી'માં કામ કર્યું હતું

 Sunil Holkar Passed Away: સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા સુનીલ હોલકરનું 40 વર્ષની વયે નિધન થયું છે. સુનીલ લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ગોશ્ત એક પૈઠાણીચી'માં કામ કર્યું હતું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેમજ અનેક હિન્દી અને મરાઠી ટીવી સિરિયલોથી દર્શકોનું મનોરંજન કરનાર અભિનેતા સુનીલ હોલકરનું નિધન થયું છે. તેઓ 40 વર્ષના હતા. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને બે બાળકો છે. તેણે છેલ્લે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ 'ગોશ્ત એક પૈઠાની'માં કામ કર્યું હતું. તેઓ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલો ત્રણેય માધ્યમો દ્વારા દર્શકોનું મનોરંજન કરતા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુનીલ છેલ્લા કેટલાક દિવસોથી લીવર સોરાયસીસથી પીડિત હતો. તેણે સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ શુક્રવારે 13 જાન્યુઆરીએ તેનું મૃત્યુ થયું હતું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં તેનું પાત્ર દર્શકો આજે પણ યાદ કરે છે.

સુનિલને તેના મૃત્યુનો અહેસાસ થઇ ગયો  હતો. એટલા માટે તેણે તેના મિત્રને વોટ્સએપ સ્ટેટસ પર તેનો છેલ્લો મેસેજ શેર કરતા લખ્યું હતું કે, તેમને મળેલા પ્રેમ બદલ તે બધાને થેન્કસ કહે છે.  અને ભૂલો બદલ પણ માફી માંગે છે.

સુનીલ હોલકરે અશોક હાંડેની ચૌરાંગ નાટ્ય સંસ્થામાં ઘણાં વર્ષો સુધી કામ કર્યું. તેઓ ખાસ કરીને અભિનેતા અને વાર્તાકાર તરીકે જાણીતા હતા. તેમણે 12 વર્ષથી વધુ સમય સુધી રંગભૂમિ દ્વારા રંગભૂમિની સેવા કરી. સુનીલે માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું. સુનીલ હોલ્કરનું નિધન ચાહકો માટે મોટો આઘાત  છે.

Top Actors Upcoming Movies: વર્ષ 2023માં પોતાની ફિલ્મો સાથે ધમાકો કરવા તૈયાર છે આ અભિનેતાઓ, જુઓ આ સંપૂર્ણ લિસ્ટ

Top Actors Upcoming Movies: શાહરૂખ ખાનની સાથે સલમાન ખાન, અજય દેવગન અને અક્ષય કુમારે પણ વર્ષ 2023 માટે તૈયારી કરી લીધી છે.

The Upcoming Films On Top Actors: અક્ષય કુમારથી લઈને રિતિક રોશન જેવા મોટા સ્ટાર્સ માટે 2022નું વર્ષ ખાસ રહ્યું નથી. હવે આ દિગ્ગજ સ્ટાર્સ વર્ષ 2023માં ફિલ્મી પડદા પર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ સિતારાઓને વર્ષ 2023થી ઘણી આશાઓ છે. આ વર્ષે, આ સ્ટાર્સ તેમની આગામી ફિલ્મો સાથે બોક્સ ઓફિસના રેકોર્ડ તોડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

શાહરૂખ ખાન (Shah Rukh Khan) : 

આ વર્ષે શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મોથી દર્શકોના દિલ જીતવાનો પ્રયાસ કરતો જોવા મળશે. અભિનેતાની ફિલ્મ 'પઠાણ' છે જેનું ટ્રેલર ધમાકેદાર છે અને તેની સાથે તે 'ડાંકી' અને 'જવાન' જેવી ફિલ્મો પણ લાવશે.

અક્ષય કુમાર (Akshay Kumar) :

વર્ષ 2022 અક્ષય કુમાર માટે બહુ સારું રહ્યું નથી. હવે ફરી એકવાર 2023માં અભિનેતા તેની આગામી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' લઈને આવશે.

અજય દેવગણ (Ajay Devgn) : 

વર્ષ 2022માં 'દ્રશ્યમ 2'થી દર્શકોનું દિલ જીતનાર અજય દેવગન વર્ષ 2023માં ફરી એકવાર 'રેઈડ 2' સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે અભિનેતાની 'રેઈડ' એક મોટી ફિલ્મ સાબિત થઈ.

રણબીર કપૂર (Ranbir Kapoor) :

વર્ષ 2022 રણબીર કપૂર માટે મિશ્ર રહ્યું હતું, તેની  ફિલ્મ સમશેરા  બોક્સ ઓફિસ પણ સારું પ્રદર્શન કરી શકી ન હતી, જયારે બ્રહ્માસ્ત્ર સારી રહી હતી, વર્ષ 2023માં અભિનેતા તેની આગામી ફિલ્મ 'એનિમલ' દ્વારા દર્શકોના દિલ જીતવાનો પ્રયાસ કરતો જોવા મળશે.

હૃતિક રોશન  (Hrithik Roshan) :

વર્ષ 2022માં આવેલી રિતિકની 'વિક્રમ વેધા' કંઈ ખાસ કરી શકી નથી. જોકે અભિનેતા વર્ષ 2023માં 'ફાઇટર' સાથે પોતાની જૂની છાપ છોડવા માટે તૈયાર છે.

પ્રભાસ (Prabhas) :

પ્રભાસની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. વર્ષ 2023 માં, તે તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'આદિપુરુષ' સાથે ફરી એકવાર તેની કુશળતા બતાવવા માટે તૈયાર છે.

સલમાન ખાન  (Salman Khan) :

આ બધાની સાથે સલમાન ખાને તેની હિટ સિરીઝ 'ટાઈગર સિરીઝ'ના ત્રીજા ભાગમાં 'ટાઈગર 3'માં ફરી એકવાર કેટરિના કૈફ સાથે ફિલ્મી પડદા પર એક્શન અને રોમાન્સ સાથે દર્શકો સમક્ષ રજૂ કરવા તૈયાર છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?Pune Dumper Accident: પૂણેમાં ફૂટપાથ પર સૂતેલા લોકોને ડમ્પરે કચડી નાંખતા 3ના મોતHun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Embed widget