Taarak Mehtaમાં થવા જઇ રહી છે નવી એન્ટ્રી, Shailesh Lodhaને આ એક્ટર કરશે રિપ્લેસ
શૈલેષના શો છોડવાના સમાચાર શરૂઆતમાં સામે આવ્યા ત્યારે નિર્માતાઓએ આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા
Sachin Shroff In Taarak Mehta: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટેલિવિઝન પર રાજ કરી રહ્યો છે. આ ટીવી શોમાં તારક મહેતાની ભૂમિકા નિભાવનારા શૈલેષ લોઢાએ શૂટિંગ બંધ કર્યું ત્યારે આ શો થોડા સમય પહેલા હેડલાઇન્સમાં આવ્યો હતો. શૈલેષના શો છોડવાના સમાચાર શરૂઆતમાં સામે આવ્યા ત્યારે નિર્માતાઓએ આવા અહેવાલોને નકારી કાઢ્યા હતા. જોકે, બાદમાં નિર્માતાઓએ નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે શૈલેષે તારક મહેતા માટે શૂટિંગ બંધ કરી દીધું છે. હવે જો તાજેતરના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, નિર્માતાઓએ શો માટે શૈલેષ લોઢાના બદલે અન્ય એક્ટરની શોધ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સચિન શ્રોફ આ શોમાં તારક મહેતાની ભૂમિકા ભજવતો જોવા મળશે.
એટલું જ નહીં પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સચિને આ શો માટે બે દિવસનું શૂટિંગ પણ કર્યું છે. આ મામલે સચિન શ્રોફ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જોકે વાત થઈ શકી ન હતી. ટીવીના લોકપ્રિય અને હેન્ડસમ અભિનેતાઓમાંના એક સચિન શ્રોફ છે, જે ઘણા શોમાં જોવા મળ્યા છે. સચિન શ્રોફ છેલ્લે ઓટીટી પ્રોજેક્ટ ‘આશ્રમ’ અને ટીવી શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર’માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે શૈલેષ લોઢા પહેલા તારક મહેતાના રોલમાં જોવા મળતા હતા. માર્ચ 2022માં તેમણે શોનું શૂટિંગ બંધ કરી દીધું હતું.
આ કારણે શૈલેષ લોઢાએ ‘તારક મહેતા..’શો છોડ્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ તેમના કોન્ટ્રાક્ટથી ખુશ નહોતા, તેઓને લાગવા માંડ્યું હતું કે શોમાં તેમની તારીખોનો યોગ્ય રીતે ઉપયોગ નથી થઈ રહ્યો. શૈલેષ શો છોડવા પાછળનું એક મોટું કારણ એ પણ હતું કે તે વધુ તકો શોધી શક્યો ન હતો. ગયા વર્ષે તેણે ઘણી ઓફરો ઠુકરાવી દીધી હતી. તારક મહેતા છોડ્યા પછી શૈલેષ ‘વાહ ભાઈ વાહ’માં જોવા મળ્યા હતા જે એક અલગ ચેનલ પર પ્રસારિત થઈ રહ્યો છે. પ્રોડક્શન હાઉસે શૈલેષ લોઢાને શોમાં પાછા ફરવા માટે મનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ