TMKOC: 'બબીતા'ને ગુજરાતી ગીત પર ઠુમકા લગાવતી જોઇ 'જેઠાલાલ' ભૂલી જશે 'દયા'ને, જુઓ વીડિયો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ઉર્ફે મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની નવી નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે બબીતાએ ગુજરાતી ગીત ઢોલીડા પર ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તેણે ગઈ કાલે શેર કર્યો હતો તેમજ આ વીડિયોને એક જ દિવસમાં 1.5 લાખથી વધુ લાઇક મળી ચૂક્યા છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે.
View this post on Instagram
બૉલીવુડ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કેટલાય એવા કલાકાર છે, જે એક્ટિંગની સાથે સાથે પોતાનો ખુદનો બિઝનેસ ચલાવે છે, અને સારી એવી કમાણી પણ કરે છે. હવે આ લિસ્ટમાં ટીવીની 'બબિતા જી' એટલેકે એક્ટ્રેસ મુનમુન દત્તા પણ જોડાઇ ગઇ છે. મુનમુન દત્તાએ પોતાની યુટ્યૂબ ચેનલ પર એક મોટા સમાચાર શેર કર્યા છે. જેને જાણ્યા બાદ એક્ટ્રેસના ફેન્સ ખુશ થઇ ગયા છે. કેમ કે હવે એક્ટ્રેસ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહી છે.
'બબિતા જી' કરશે બિઝનેસ-
મુનમુને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બબિતા જી'નો રૉલ નિભાવીને લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હવે મુનમુને પોતાની કેરિયર માટે એક મોટો ફેંસલો લીધો છે. મુનમુન હવે માત્ર એક્ટ્રેસ અને બ્લૉગર જ નહીં રહે, પરંતુ બિઝનેસ વુમન પણ બની ચૂકી છે. યુટ્યૂબ ચેનલ પર મુનમુને તમામ સાથે ગુડ ન્યૂઝ શેર કરતા બતાવ્યુ કે, તે ફૂડ બિઝનેસમાં એન્ટ્રી લઇ ચૂકી છે.
મુનમુન ખાવા પીવાની વસ્તુઓને લઇને ખુબ પૈશનિટ છે. એટલે તેને ફૂડ બિઝનેસની શરૂઆત કરી છે. જોકે આ બિઝનેસ તે એકલી નહીં કરે, આ કામ તેને પોતાની રાખી બ્રધર અને રેડ ચિલી એન્ટરટેન્ટમેન્ટના ઓનર Keyur Shethની સાથે શરૂ કર્યો છે. મુનમુન તેમને લગભગ છેલ્લા 14 વર્ષોથી જાણે છે. ભાઇ-બહેનનો આ સંબંધ હવે બિઝનેસની ઉંચાઇઓને અડવાનો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
