TMKOC: 'તારક મેહતા...' ના બાપુજી કમાય છે અઢળક પૈસા, એક એપિસોડની વસુલે છે આટલી ફી
અમિત ભટ્ટ આ શોમાં વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે પરંતુ અસલ જીંદગીમાં તેમની ઉંમર માત્ર 48 વર્ષ છે. જ્યારે તેઓ માત્ર 36 વર્ષના હતા ત્યારે તેમને 'બાપુજી'નો રોલ મળ્યો હતો.
Taarak Mehta Ka Ooltah Chashmah Bapuji Amit Bhatt Salary: કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા ઘણા સમયથી તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોનું દરેક પાત્ર લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. જેઠાલાલ તેની પત્ની દયાને મિસ કરે છે તો દેશની જનતા પણ દયાબેનને મિસ કરે છે. ભીડેને આર્થિક સમસ્યા હોય તો જનતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. દરેક પાત્ર માટે ચાહકોના મનમાં એક ખાસ સ્થાન હોય છે. પરંતુ શોમાં બાપુજી એટલે કે ચંપકલાલ ગડાનો રોલ કરનાર અભિનેતા અમિત ભટ્ટ લોકોની ખૂબ જ નજીક છે. શોમાં તેની કોમેડી દર્શકોને ખૂબ હસાવે છે, જ્યારે તેના દ્વારા આપવામાં આવેલા પાઠ ચાહકોને મોહિત કરે છે. અમિત ભટ્ટ શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલા છે.
ભીડેના જેટલો જ છે બાપુજીનો પગાર?
જાણીને નવાઈ લાગશે કે અમિત ભટ્ટ આ શોમાં વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે પરંતુ અસલ જીંદગીમાં તેમની ઉંમર માત્ર 48 વર્ષ છે. જ્યારે તેઓ માત્ર 36 વર્ષના હતા ત્યારે તેમને 'બાપુજી'નો રોલ મળ્યો હતો. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના તમામ કલાકારોને ખૂબ સારો પગાર મળે છે. જોકે, એવું કહેવાય છે કે જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીને સૌથી વધુ પગાર મળે છે. પરંતુ તેમના બાપુજીનો પગાર પણ શોમાં 'આત્મારામ તુકારામ ભીડે'નો રોલ ભજવતા અભિનેતા મંદાર ચાંદવાડકર કરતા ઓછો નથી.
ઓડિશન વિના જ પામ્યા હતા પસંદગી
ડીએનએના રિપોર્ટ અનુસાર, મંદાર ચાંદવડકરને એક એપિસોડ માટે લગભગ 80 હજાર રૂપિયા મળે છે. તો બીજી તરફ જો આપણે ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટની વાત કરીએ તો અભિનેતાને દરેક એપિસોડ માટે 70 થી 80 હજાર રૂપિયા મળે છે. જે મંદાર
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા...માં આ પાત્રની થઈ શકે છે એન્ટ્રી! દયા ભાભી પણ કરશે કમબેક?
જાણીતા ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને આગળ પણ દર્શકોને આકર્ષવામાં કોઈ કસર છોડી રહ્યો નથી. આ શો લોકોને ભારે હસાવે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની વાર્તાની સાથે ચાહકોને આ શોના પાત્રો પણ ખુબ પસંદ પડી રહ્યાં છે. આ શોના પાત્રો એક પછી એક સમયાંતરે દુર થયા જઈ રહ્યાં છે, જેને દર્શકો ખૂબ જ મિસ કરે છે. દયા બેન ઘણા દિવસોથી ગાયબ છે. તે ઉપરાંત બાવરી પણ શોમાં ગેરહાજર છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે શોના મેકર્સ ટીઆરપી મેળવવા માટે જૂના પાત્રોને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીની એન્ટ્રી ટૂંક સમયમાં જ થવા જઈ રહી છે. આ વાતને લઈને નિર્ણય પણ લેવાઈ ચુક્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવીના વાડેકર એટલે કે બાવરી શોમાં કમબેક કરવા જઈ રહી છે. તેની એન્ટ્રી અંગે મેકર્સે કહ્યું કે, "અમે બાવરી જેવી અભિનેત્રીને કાસ્ટ કરવા માંગતા હતા, જેના ચહેરા પર નિર્દોષતા જોવા મળે. ખાસ વાત એ છે કે સેટ પરથી બાવરી અને બાઘાના ફોટા પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે."