Tunisha Death: અભિનેત્રી તુનિષા કેસમાં પોલીસને હાથ લાગ્યો મહત્વનો પુરાવો, મળ્યા લોહીના દાગ
મુંબઈ પોલીસે બ્લડ સેમ્પલ, કપડાં અને જ્વેલરીને કાલીના ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે.
Tunisha Sharma Case Update: અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ સમગ્ર મામલે ભારે ગંભીરતાથી તપાસ કરી રહી છે. આરોપી શીજાન ખાન પણ પોલીસ કસ્ટડીમાં છે. બીજી તરફ પોલીસે તુનીષા શર્માના બ્લડ સેમ્પલ, કપડાં અને ઘરેણાં તપાસ માટે મોકલ્યા છે. હવે પોલીસને તુનિષાએ જે દોરડા વડે ગળોફાંસો ખાધો હતો તેના પરથી લોહીના દાગ મળી આવ્યા છે જે ખરેખર શંકા ઉપજાવનારા છે.
તુનિષા જે દોરડાથી લટકીને ગળો ટુંપો ખાધો હતો તે દોરડા અને તેના પરથી લોહીના જે નિશાન મળી આવ્યા છે તેને પોલીસે ફાંસોમાંથી ફોરન્સિક લેબમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત પોલીસે તુનીષાની કાનની બુટ્ટી અને સોનાની ચેઈન પણ કબજે કરી છે.
મળતી માહિતી અનુસાર, મુંબઈ પોલીસે બ્લડ સેમ્પલ, કપડાં અને જ્વેલરીને કાલીના ફોરેન્સિક લેબમાં મોકલી આપી છે. કથિત આત્મહત્યાના આ સમગ્ર મામલે વધુ એક મહત્વની વાત બહાર આવી છે. પોલીસે જણાવ્યું છે કે, તુનીષા શર્મા અને આરોપી શીજાન ખાન વચ્ચે ત્રણ મહિનાથી પ્રેમસંબંધ હતો.
પ્રેમપ્રકરણને લઈને પોલીસે કહ્યું કે...
પોલીસે જણાવ્યું કે બંને વચ્ચેનો આ પ્રેમસંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ત્રણ મહિનામાં જ તેનો અંત આવી ગયો હતો. પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, શીજાન ખાને બંને વચ્ચે ઉંમરના અંતર વિશે પણ વાત કરી છે.
વોટ્સએપ મેસેજ-કોલ રેકોર્ડની તપાસથી ખુલશે કોઈ રહસ્ય?
વસઈના અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ તુનીષા શર્મા અને શીજાન ખાનના વોટ્સએપ મેસેજ અને કોલ રેકોર્ડની ચકાસણી કરી રહી છે. શું તુનિષા શર્મા શર્માને ગર્ભવતી હતી કે કેમ? તે બાબતે પૂછવામાં આવતા તપાસ કરી રહેલી ટીમના એક અધિકારીએ કહ્યું હતું કે, પ્રારંભિક વિસેરા તપાસમાં ગર્ભાવસ્થાના કોઈ સંકેત દેખાતા નથી.
તુનીષાની લાશ લટકતી હાલતમાં મળી આવી હતી
ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બરે તુનીષાની લાશ સેટ પર જ ટોયલેટમાં લટકતી મળી આવી હતી. તુનીશાના કો-એક્ટર શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. શીઝાન ખાનને બુધવાર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તુનિષા શર્માના આજે મંગળવારે બપ્પોરે 3 વાગ્યે મીરા રોડ ખાતે આવેલ સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.