Tunisha Sharma Suicide Case: પોલીસે શોધી કાઢી શિઝાન ખાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ, જૂની ચેટ્સ..
Tunisha Sharma: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે પોલીસે આરોપી શિઝાન ખાનની સિક્રેટ પ્રેમિકાની પુષ્ટિ કરી છે અને એમ પણ કહ્યું છે કે તેની પણ પૂછપરછ કરવામાં આવશે.
Tunisha Sharma Suicide Case: તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં પોલીસ આરોપી શિઝાન ખાનની સતત પૂછપરછ કરી રહી છે.ત્યારે શિઝાનની પૂછપરછના આધારે પોલીસ ઘણા ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. આ દરમિયાન શિઝાન સિક્રેટ ગર્લફ્રેન્ડ હોવાની વાત પણ સામે આવી હતી. બીજી તરફ આ મામલાની તપાસ કરી રહેલી પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે શિઝાનની એક સિક્રેટ ગર્લફ્રેન્ડ છે.
પોલીસે શિઝાનની ગર્લફ્રેન્ડની ઓળખ કરી
પોલીસના જણાવ્યા અનુસાર શિઝાનની સિક્રેટ પ્રેમિકાની ઓળખ થઈ ગઈ છે. જો કે હજુ સુધી તેમનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. પોલીસે જણાવ્યું હતું કે કસ્ટડીમાં શિઝાનની વધુ પૂછપરછ જરૂરી છે. યુવતીની પાછળથી પૂછપરછ કરવામાં આવશે. પોલીસે એમ પણ કહ્યું કે શિઝાનની માતાનું નિવેદન પણ નોંધવામાં આવશે. પોલીસ હવે શિઝાનની જૂની ડિલીટ કરેલી ચેટ્સ અને સિક્રેટ ગર્લફ્રેન્ડની ચેટ્સ પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
પોલીસે શૂટનું ડીવીઆર પણ જપ્ત કર્યું
પોલીસે સેટ પરના શૂટનું ડીવીઆર પણ જપ્ત કર્યું છે. પોલીસ એ સમજવાનો પ્રયાસ કરશે કે શુટિંગ દરમિયાન એવું કંઈ છે કે જે ચહેરાના હાવભાવથી સમજી શકાય. પોલીસે ફૂટેજ પણ પોતાના કબજામાં લીધા છે. આમાં પોલીસ એ સમજવાનો પ્રયત્ન કરશે કે શૂટ દરમિયાન દરેક શોટ આપવા માટે શિઝાન અને તુનીષાએ કેટલા ટેક લીધા હતા.
તુનિષાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી લીધી હતી
તમને જણાવી દઈએ કે તુનિષાએ 24 ડિસેમ્બર શનિવારે 'અલીબાબાઃ દાસ્તાને કુબૂલ'ના સેટ પર તેના કો-એક્ટર અને બોયફ્રેન્ડ શિઝાન ખાનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી દિવંગત અભિનેત્રીની માતાએ શિઝાન સામે તેની પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ પોલીસે શિઝાનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યારથી, પોલીસ શિઝાનની પૂછપરછ કરી રહી છે અને મામલાની ઝીણવટભરી તપાસ પણ કરી રહી છે.