TV Industry : TV ઈન્ડસ્ટ્રીને વધુ એક ઝાટકો, 32 જ વર્ષની ઉંમરે અભિનેતાનું મોત
અભિનેતાને તેના મિત્રો અંધેરીના ઘરેથી હોસ્પિટલ લઈ ગયા હતાં જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
Aditya Singh Rajput Died: ટીવી જગત માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેતા આદિત્ય સિંહ રાજપૂતનું માત્ર 32 જ વર્ષે નિધન થયું છે. સ્પ્લિટ્સવિલા ફેમ એક્ટર આદિત્ય સિંહનું આજે નિધન થયું છે. આદિત્યને તેના મિત્રો અંધેરીના ઘરેથી હોસ્પિટલ લઈ ગયા હતાં જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
આદિત્ય સિંહ મોડલિંગ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતો
MTV સ્ટાર જાણીતા અભિનેતા, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર હતા. આદિત્ય સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી તેના ચાહકો પણ આઘાતમાં છે. અહેવાલો અનુસાર, આદિત્ય સોમવારે બપોરે તેના અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. આદિત્યના એક મિત્રને આ વાતની સૌથી પહેલા જાણ થઈ હતી. અભિનેતાનું ઘર બિલ્ડિંગના 11મા માળે છે જ્યાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. અભિનેતાના મૃત્યુની માહિતી મળતા જ તેના મિત્ર અને બિલ્ડિંગના ચોકીદારની મદદથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યો હતો.
રૂમમેટે સૌથી પહેલા આદિત્યને મૃત હાલતમાં જોયો
આદિત્યની લાશ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવી હતી. સવારે જ્યારે રૂમમેટ ઘરે પહોંચ્યો ત્યારે તેણે આદિત્યને બાથરૂમમાં જમીન પર પડેલો જોયો હતો. ત્યારબાદ તે તેને ચોકીદારની મદદથી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યારે આદિત્યનો પરિવાર દિલ્હીમાં રહે છે, જ્યારે અભિનેતા મુંબઈના અંધેરી લોખંડવાલામાં લશ્કરિયા હાઈટ્સ નામની બિલ્ડિંગમાં રૂમમેટ સાથે રહેતો હતો. મુંબઈ પોલીસની ઓશિવરા પોલીસે આ મામલાની તપાસ માટે એક ટીમ હોસ્પિટલમાં મોકલી છે. પોલીસે જણાવ્યું હતું કે, જો આ કેસમાં કંઈપણ શંકાસ્પદ જણાશે તો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
View this post on Instagram
અભિનેતાએ તેની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી હતી આ વાત
જાહેર છે કે, પાંચ દિવસ પહેલા સુધી અભિનેતા તેના ઈન્સ્ટા પર પણ એક્ટિવ હતો. તેણે છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેમાં તે જણાવી રહ્યો હતો કે, તેના માટે ખુશીનો અર્થ શું છે. અભિનેતાએ શેર કરેલી રીલમાં, તે કહી રહ્યો હતો કે, તેના માટે ખુશીનો અર્થ માતાના હાથનું ભોજન જમવું, તેના કૂતરા સાથે સમય પસાર કરવો, મિત્રો સાથે મૂવી જોવી અને ડ્રીંક કરવું છે. પરંતુ પૈસા પણ મહત્વપૂર્ણ છે. સાથે જ આંતરિક શાંતિ પણ ખૂબ જ જરૂરી છે.