![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
TV Star : કરણ સિંહ સાથે કેમ લેવા પડ્યા છુટાછેડા? વર્ષો બાદ જેનિફર વિંગેટનો ખુલાસો
પરંતુ હવે વર્ષો બાદ ટીવી અભિનેત્રી જેનિફરે કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે. પોતાના લગ્ન સંબંધો તુટવા પાછળ કોનો વાંક તેને લઈને અભિનેત્રીએ ખુલાસો કર્યો છે.
![TV Star : કરણ સિંહ સાથે કેમ લેવા પડ્યા છુટાછેડા? વર્ષો બાદ જેનિફર વિંગેટનો ખુલાસો TV Star : TV Actress Jennifer Winget Said About Her Divorce With Karan Singh Grover TV Star : કરણ સિંહ સાથે કેમ લેવા પડ્યા છુટાછેડા? વર્ષો બાદ જેનિફર વિંગેટનો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/704d4d44e3822328a10fd8736f5373f51685452804240724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jennifer Winget On Divorce: ટીવીની દુનિયામાં જેનિફર વિંગેટ એક જાણીતું નામ છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે 'રાજા કો રાની સે પ્યાર હો ગયા' ફિલ્મમાં કામ કર્યું હતું. જેનિફરે ટીવી શો દિલ મિલ ગયે, બેહદ, કહીં તો હોગા અને બેપન્નાહ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલ તે તેની સિંગલ લાઈફનો આનંદ માણી રહી છે. તે ટીવી શોના સેટ પર જ કરણ સિંહ ગ્રોવરને મળી હતી. ત્યાર બાદ તેણે 2012માં કરણ સિંગ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા.
પરંતુ હવે વર્ષો બાદ ટીવી અભિનેત્રી જેનિફરે કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે. પોતાના લગ્ન સંબંધો તુટવા પાછળ કોનો વાંક તેને લઈને અભિનેત્રીએ ખુલાસો કર્યો છે.
કરણથી છૂટાછેડા પર જેનિફરે કહ્યું કે...
કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર જેનિફરે બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'હું માનું છું કે, અમે બંને આ માટે તૈયાર નહોતા. તે માત્ર તે (કરણ સિંહ ગ્રોવર) કે હું નહોતી. અમે બંને એ પગલું ભરવા તૈયાર નહોતા. અમે ઘણા સમયથી મિત્રો હતા. જ્યારે પણ અમે મળતાં ત્યારે અમે ઘરમાં ભારે ધૂમ મચાવી દેતા હતાં, પણ મને લાગે છે કે તે એક દુર્ભાગ્યપૂર્ણ સમય હતો.
જેનિફર વિંંગેટ વર્કફ્રન્ટ
જેનિફર વિંગેટના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'કોડ એમ સિઝન 2'માં જોવા મળી હતી. જે હિટ સાબિત થઈ હતી.
કરણ બિપાશા સાથે લાઈફ કરી રહ્યો છે એન્જોય
જેનિફર સાથેના છૂટાછેડા બાદ કરણ સિંહ ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો. હવે દંપતી પિતૃત્વનો આનંદ માણી રહ્યું છે.
એક્ટ્રેસ જેનિફર વિંગેટે પહેલી વખત બીકિનીમાં બોલ્ડ અંદાજમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઇ તેના બોયફ્રેન્ડ લખ્યું....
જેનિફર વિંગેટ ટીવી દુનિયાનો બહુ જાણીતો ચહેરો છે. તેનો સ્ટાઇલિશ લૂક સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. જેનિફરે કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. જેને ફેન્સ લાઇક કરી રહ્યાં છે. જેનિફરની તસવીર ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં મલ્ટીકલર શ્રગમાં તે બૂબસૂરત દેખાઇ રહી છે. જેનિફરની આ પોસ્ટ પર ફેન્સ અને કો-સ્ટાર કમેન્ટ કરી રહ્યાં છે. જેનિફરે રિયૂમર્ડ બોયફ્રેડ અને એક્ટર શહબાન અજીમની કમેન્ટ ચર્ચામાં છે.
જેનિફર વિંગેટની આ બોલ્ડ તસવીર ઇન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે. જેનિફરે પહેલી વખત આ પ્રકારની બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. જેનિફર વ્હાઇટ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. શહબાનને લખ્યું, ‘શું ચાલી રહ્યું છે!!! જેનિફર માર હી ડાલોગી!' જેનિફરની તસવીર પરની આ કમેન્ટ પર પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)